central government issue book pm modi shikh relation
મજબુત સંબંધ /
ખેડૂત આંદોલન વચ્ચે શીખ સમુદાય સાથે મોદી સરકારના વિશેષ સંબંધોને લઇને કેન્દ્ર સરકારે કર્યું આ મહત્વનું કામ
Team VTV10:45 AM, 17 Dec 20
| Updated: 02:35 PM, 17 Dec 20
ખેડૂત આંદોલનની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક પુસ્તક રિલીઝ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મોદી સરકાર (Modi Government) નો શીખો સાથે કેટલા સારા સંબંધ રહ્યા છે, એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું નામ છે - 'પીએમ મોદી ઓર ઉનકી સરકાર કા શિખો કે સાથ વિશેષ સંબંધ'
ફોટાઓથી ભરેલ આ પુસ્તકના પહેલા ચેપ્ટરમાં જ પીએમ મોદીએ એક મહત્વપૂર્ણ નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દરબાર સાહેબ AFCIનું પંજીકરણ પ્રદાન કરી દેવામાં આવ્યું છે.
જેમાં જણાવામાં આવ્યું છે કે દાયકાઓથી અટકી પડેલી માંગ સપ્ટેમ્બર 2020માં પીએમ મોદીએ પુરી કરી. હવે દુનિયા ભરની સંગત શ્રી દરબાર સાહેબ, અમૃતસરની સાથે પોતાના સંબંધોને મજબૂત બનાવી શકે છે અને હવે તેઓ હજારો મીલ દૂર બેસીને પણ સેવામાં ભાગ લઇ શકે છે.
કુલ 19 ચેપ્ટરવાળા પુસ્તકમાં મોદી સરકાર અને શિખ સમુદાયની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે મોદી સરકારે શિખોના હિતમાં લીધેલા નિર્ણયો અંગે પણ જણાવામાં આવ્યું છે.
ખેડૂતોનું આંદોલન યથાવત
ઉલ્લેખનીય છે કે હાલ દેશની રાજધાની દિલ્હીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, જેમાં સૌથી વધારે ખેડૂત પંજાબ-હરિયાણાના શીખ-પંજાબી ખેડૂત છે, એવામાં આ પુસ્તક રિલીઝ કરવાના ઘણા બધા એંગલ નિકાળવામાં આવી રહ્યાં છે.
હાલમાં કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે કચ્છ પ્રવાસ દરમિયાન કેટલાંક શીખ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક અંદાજે 5,000થી વધારે શીખ પરિવાર રહે છે.
છેલ્લા 22 દિવસથી સતત ખેડૂતોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ખેડૂતોને માર્ગ પરથી હટાવવા કે કેમ તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂત અગ્રણીઓએ કહ્યું ખેડૂતોની કમિટી બનાવવી એ સમાધાન થી. આમ ખેડૂતોના હજુ પણ સિંધુ બોર્ડર પર ધામા છે. ખેડૂતો માટે ચા-નાસ્તાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડૂતોને રિઝવવા ગુજરાતમાં ભાજપ દ્વારા કિસાન સંમેલન
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વચ્ચે રાજ્યમાં ભાજપ દ્વારા ખેડૂતોને રિઝવવા જન જાગરણ અભિયાન શરુ કરવામાં આવશે. આ સાથે આગામી 17,18,19 ડિસેમ્બરના રોજ ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવશે. ભાજપ દ્વારા રાજ્યમાં આગામી 10 અલગ-અલગ જગ્યાઓ કિસાન સંમેલન યોજાશે. આ સંમેલનને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સંબોધન કરશે.