બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / Central Government announces new guidelines for home isolated patients

નવી ગાઈડલાઈન / હોમ આઇસોલેટ કોરોના દર્દીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઇન, જાણો કઈ રીતે થશે સારવાર

Ronak

Last Updated: 03:05 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા હવે હોમ આઈસોલેટ દર્દીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા ખાસ તો દર્દીઓએ સતત તબિબના સંપર્કમાં રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

  • કેન્દ્રએ હોમ આઈસોલેટ દર્દીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી
  • 3 દિવસ સુધી તાવ ન આવે આઈસોલેશનનો સમયગાળો પૂરો 
  • કુલ 7 દિવસમાં હોમ આઈસોલેટ કરેલા દર્દીને છૂટો કરાશે 

કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અમુક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા જે દર્દીઓને સામાન્ય લક્ષણો છે અથવા તો લક્ષણો નથી તેમના માટે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 

આઈસોલેટના સમયગાળા બાદ ટેસ્ટની જરૂર નથી 

મંત્રાલયે જાહેર કરેલી નવી ગાઈડલાઈન પ્રમાણે પોઝિટીવ આવેલા દર્દીને 7 દિવસમાં છૂટો કરવામાં આવશે પરંતુ તેને 3 દિવસ સુધી તાવ નહી હોય તો તેનો આઈસોલેશન સમયગાળો પણ પૂરો થશે. હોમ આઈસોલેશનનો સમય પૂરો થાય બાદ દર્દીને ટેસ્ટ કરવાની પણ કોઈ જરૂર નહી પડે. 

દર્દીએ ટ્રીપલ લેયર માસ્ક પહેરવું જરૂરી 

જોકે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિ તેની કોઈ પણ વસ્તુ અન્યને ન આપી. સંક્રમિત દર્દીનું ટેમ્પ્રેચર અને તેનું ઓક્સિજન લેવલ સતત ચેક કરવામાં આવે  જો તેમા ખામી લાગે તો તુરંત હોસ્પિટલને જાણ કરવામાં આવે઼. આઈસોલેશન દરમિયાન પણ દર્દીએ ટ્રીપલ લેયર માસ્ક જરૂરથી પહેરી રાખવું જોઈએ અને 72 કલાકમાં તેને કાપીને ફેકી દેવું જોઈએ. મંત્રાલયે આપેલી ગાઈડલાઈન પ્રમાણે દર્દીએ હાથ પણ વારંવાર ધોવા જોઈએ અને શરીરમાં પાણીની અછત ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. 

તબીબના સંપર્કમાં સતત રહેવું 

નવી ગાઈડલાઈન પ્રમાણે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દર્દીએ સતત તબીબના સંપર્કમાં રહેવાનું અને પેનીક થવાની કોઈ જરૂર નથી સાથેજ ફેક મેસેજોથી સાવધાન રહેવા પણ કહ્યું છે. આ સીવાય જો નીચે જણાવેલા લક્ષણો દર્દીમાં જણાય તો તેણે તુરંત હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી છે. 

ક્યારે કરશો હોસ્પિટલનો સંપર્ક 

તાવ 3 દિવસથી 100 કરતા વઘારે હોય તો 
શ્વાસ લેવામાં તકલીફ થવી
ઓક્સિજન લેવલ પણ ઓછું થવું  
છાતીમાં સતત દુખાનો થવો 
વધારે પ્રમાણમાં થાક લાગવો તેમજ હાડકા દુખવા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ