બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / CCI orders investigation against swiggy zomato

એક્શન / Zomato-Swiggy મૂકાઇ શકે છે મોટી મુશ્કેલીમાં, CCIએ આપ્યા તપાસના આદેશ; જાણો કેમ

Dhruv

Last Updated: 03:46 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swiggy અને Zomato માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. કારણ કે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ આ બંને કંપની વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

  • Zomato-Swiggy કંપનીઓ માટે માઠા સમાચાર
  • કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ આપ્યા તપાસના આદેશ
  • કામગીરી અને બિઝનેસ મોડલને લઇને આપ્યાં તપાસના આદેશ

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ અગ્રણી ફૂડ ડિલિવરી કંપનીઓ કહેવાતી એવી Swiggy અને Zomato વિરૂદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. CCI એ આ કંપનીઓની કામગીરી અને બિઝનેસ મોડલને લઇને તપાસના આદેશ આપ્યાં છે. કમિશને કોમ્પિટિશન એક્ટની કલમ 3(1) અને 3(4) ના કથિત ઉલ્લંઘનની તપાસનો આદેશ આપ્યો છે.

CCI એ પોતાના આદેશમાં કહી છે આ બાબત

CCI એ 4 એપ્રિલ, 2022 ના રોજના પોતાના આદેશમાં કહ્યું છે કે, પ્રાથમિક ધોરણે Zomato અને Swiggy ના ચોક્કસ આચરણને ધ્યાનમાં રાખતા ડાયરેક્ટર જનરલ (DG) દ્વારા તપાસની જરૂરિયાત લાગે છે. તપાસ દ્વારા એ બાબત વિશે જાણી શકાશે કે, શું આ કંપનીઓનું વર્તન કોમ્પિટિશન એક્ટની કલમ 3(1) અને 3(4) નું ઉલ્લંઘન કરે છે કે નહીં.

જાણો શું છે સમગ્ર મામલો?

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) ની ફરિયાદ પર આ કંપનીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. NRAI એ આરોપ મૂક્યો છે કે, ભારતના ફૂડ ડિલિવરી ઉદ્યોગમાં 90 ટકાથી વધારે માર્કેટ શેરવાળા એગ્રીગેટર્સ વિશાળ ડિસ્કાઉન્ટ, વિશિષ્ટ જોડાણ અને અમુક રેસ્ટોરન્ટ ભાગીદારોને પસંદગી આપીને ભારતના પ્રતિસ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. સંગઠનનો આરોપ છે કે તેનાથી રેસ્ટોરાંનો બિઝનેસ પણ પ્રભાવિત થઇ રહ્યો છે અને નવા રેસ્ટોરન્ટ પ્લેયર્સને ઉદ્યોગમાં પ્રવેશન કરવામાં મુશ્કેલી આવી રહી છે.

ત્યાર બાદ CCIને લાગ્યું કે, NRAI દ્વારા કહેવામાં આવેલી કેટલીક બાબતોની તપાસ થવી જોઇએ. એ સિવાય, રેસ્ટોરન્ટ સંસ્થાએ વિલંબિત ચુકવણી ચક્ર, એગ્રીમેન્ટ (કરાર) માં લગાવવામાં આવેલ એકપક્ષીય કલમો, અતિશય વધારે કમિશન ચાર્જ કરવો જેવાં અનેક આરોપો લગાવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ