બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / cbse 10th and 12th compartment examinations from 23 august

BIG NEWS / CBSEની મોટી જાહેરાત: કંપાર્ટમેંટ પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું, વિદ્યાર્થીઓને મળશે વધારાનો 15 મીનિટનો સમય

Pravin

Last Updated: 08:49 AM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્ટ્રલ બોર્ડે કંપાર્ટમેંટ પરીક્ષાની તારીખો જાહેર કરી છે, જે અંતર્ગત CBSE બોર્ડ ધોરણ 10 અને 12ની કંપાર્ટમેંટ પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે.

  • CBSEની મોટી જાહેરાત
  • કંપાર્ટમેંટ પરીક્ષાની તારીખો જાહેર કરી
  • કોવિડ નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની કંપાર્ટમેંટ પરીક્ષાઓ (એક અથવા બે વિષયમાં ફેલ થનારા વિદ્યાર્થીઓ પાસે કંપાર્ટમેંટનો વિકલ્પ હોય છે, જેના દ્વારા ફરી વખત પરીક્ષા આપીને આ વિદ્યાર્થીઓ આખુ વર્ષ બરબાદ થતાં બચાવી શકે છે ) 23 ઓગસ્ટથી શરૂ થશે. સીબીએસઈએ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. દશમાની કંપાર્ટમેંટ પરીક્ષા 23થી શરૂ થઈને 29 ઓગસ્ટે ખતમ થશે. દશમાની તમામ પરીક્ષાઓનો સમય સવારે 10.30 થી 12.30 સુધી રહેશે.

બારમા ધોરણના તમામ વિષયોની પરીક્ષા એક જ દિવસમાં ત્રણ પાળીમાં 10.30 થી 11.30, 10.30 થી 12.00 અને 10.30 થી 12.30 વાગ્યા સુધીનું આયોજન કર્યુ છે. મુખ્ય પરીક્ષાની માફક આ પરીક્ષામાં પણ પરીક્ષાઓના પ્રશ્ન પત્ર વાંચવા માટે 15 મીનિટનો વધારાનો સમય આપવામાં આવશે.



સીબીએસઈએ દશમાં અને બારમાં ધોરણના પરિણામ 22 જૂલાઈએ ઘોષિત કર્યા હતા. બારમાં ધોરણમાં 67,743 વિદ્યાર્થીઓ અને દશમાં ધોરણમાં 1,07,689 વિદ્યાર્થીઓની કંપાર્ટમેંટ આવી હતી. આ પરીક્ષામાં બેસવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 31 જૂલાઈએ સમાપ્ત થઈ હતી. બોર્ડે સ્પષ્ટ કર્યુ છે કે, પરીક્ષા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ખુદ સેનેટાઈઝરની બોટલ લાવવાની રહેશે. વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે. સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું રહેશે. વાલીઓ એ વાતનું ખાસ ધ્યાન રાખે કે, બાળકો બિમાર ન પડે. કંપાર્ટમેંટ પરીક્ષા ટર્મ- 2ના પાઠ્યક્રમ આધારે થશે. લિસ્ટ ઓફ કેંડિંડેટમાં જે વિદ્યાર્થીઓેના નામ હશે, તેમને જ કંપાર્ટમેંન્ટ પરીક્ષામાં બેસવાની મંજૂરી મળશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ