CBSC CTET 2023 exam result declared, 9.5 lakh candidates are qualified
પરીક્ષા /
CBSE CTETનું પરિણામ જાહેર, 9 લાખ ઉમેદવારો થયા ઉતીર્ણ, એક ક્લિકમાં ચેક કરો રિઝલ્ટ
Team VTV05:52 PM, 03 Mar 23
| Updated: 06:06 PM, 03 Mar 23
CTET 2023નું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં 9.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ ક્વોલીફાઈ થયાં છે. ટૂંક જ સમયમાં ઉમેદવારોને માર્કશીટ અને સર્ટિફિકેટ DigiLocker પર પ્રાપ્ત થઈ શકશે.
CTET 2023નું રિઝલ્ટ જાહેર
9.5 લાખથી વધારે ઉમેદવારો ક્વોલીફાઈ
વેબસાઈટ ctet.nic.in મળશે રિઝલ્ટ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ CBSEએ શુક્રવારે એટલે કે 3 માર્ચ 2023નાં રોજ કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા ડિસેમ્બર 2022નાં પરિણામો જાહેર કર્યાં છે.
9.5 લાખથી વધારે ઉમેદવારો ક્વોલીફાઈ
આ વખતે 9.5 લાખથી વધારે ઉમેદવારોએ પેપર 1 અને 3,76,025 ઉમેદવારો પેપર 2 માં ક્વોલીફાઈ થયાં છે. જે ઉમેદવારો 28 ડિસેમ્બર 2022થી 7 જાન્યુઆરી 2023 સુધી આયોજિત થયેલી CTET પરીક્ષામાં ઉપસ્થિત થયાં હતાં તે ઓફિશિયલ વેબસાઈટ ctet.nic.in પર જઈને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. રિઝલ્ટ ચેક આ રીતે કરી શકાશે. ઉમેદવારોની માર્કશીટ ટૂંક સમયમાં digilocker પર પણ અપલોડ થઈ જશે.
રિઝલ્ટ કઈ રીતે ચેક કરશો?
સૌથી પહેલા Ctetની ઓફિશિયલ વેબસાઈટ ctet.nic.in પર જવું.
હોમ પેજ પર લેટેસ્ટ નોટિફિકેશનમાં CTET results 2023 લિંક પર ક્લિક કરવું.
લોગ ઈન પેજ ખુલી જશે અને ત્યાં તમારે જરૂરી માહિતીઓ ભરવી.
સ્ક્રીન પર સીટેટનું રિઝલ્ટ pdf ખુલી જશે.
આ લિસ્ટમાં પોતાનો રોલ નંબર ચેક કરવો.
આગળ માટે સીટેટ રિઝલ્ટ ડાઉનલોડ કરવું અને પ્રિટ આઉટ લઈને પોતાની પાસે રાખી લેવું.