બ્રેકિંગ ન્યુઝ
VTV / cbi waits approval to prosecute alleged corrupt mps and Officials
Hiren
Last Updated: 11:27 PM, 29 January 2020
ADVERTISEMENT
આયોગના 30 નવેમ્બર 2019 સુધીના આંકડા અનુસાર, આમાં સૌથી વધુ 9 મામલા કેન્દ્રીય કર્મચારી મંત્રાલયની મંજૂરી મળવાનો ઇંતઝાર કરી રહ્યા છે. ત્યારે આઠ કોર્પોરેશન બેંક અને છ ઉત્તરપ્રદેશ સરકારની મંજૂરી માટે અટકેલા પડ્યા છે. આ સિવાય પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડાની પાસે ચાર-ચાર, રક્ષા મંત્રાલયની પાસે ત્રણ, રેલવે મંત્રાલય, બિહાર સરકાર અને જમ્મૂ કાશ્મીર સરકાર (હવે કેન્દ્ર શાસિત પ્રદેશ) પાસે બે-બે મામલા અટકેલા પડ્યા છે.
સીબીઆઈને ત્રણ હાલના સાંસદ સૌગત રોય, કાકોલી ઘોષ દસ્તીદાર અને પ્રસૂન બેનર્જીની સાથો સાથ પૂર્વ સાંસદ સુવેણુ અધિકારી વિરૂદ્ધ 6 એપ્રિલ 2019થી કેસ ચલાવવાની મંજૂરી મળવાની રાહ જોવાઇ રહી છે. રૉય, ઘોષ અને બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સભ્ય છે. જ્યારે અધિકારી પ.બંગાળના પરિવહન મંત્રી છે.
ADVERTISEMENT
આ સિવાય સીબીઆઈને માનવ સંસાધન વિકાસ મંત્રાલય પાસેથી 23 ઓક્ટોબર 2018 બાદથી અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ નસીમ અહમદ વિરૂદ્ધ કેસ ચલાવવાની મંજૂરી મળવાનો ઇંતજાર છે. એક કેસમાં સીબીઆઈને ગત વર્ષ 22 જાન્યુઆરી બાદથી દિલ્હી સરકારના એક રજિસ્ટ્રાર, એક વકિલ અને બે અધિકારીઓ વિરૂદ્ધ કેસ ચલાવવાની મંજૂરીની રાહ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.