મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં રવિવારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં રવિવારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ચાલી રહેલી તપાસમાં અડચણો આવી રહી છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને સાક્ષી સુરક્ષા યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપવા માટે પણ અરજી કરવામાં આવી છે.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે. આ મામલો સામે આવ્યા બાદ ઘણા વિવાદો પણ શરૂ થયા હતા, જેમાં NCB અને તેના અધિકારીઓ પણ ઝપેટમાં આવી ગયા હતા. આ કેસમાં આર્યન ખાન, સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.
આર્યનની આ કેસમાં લગભગ એક મહિના પહેલા મુંબઈના દરિયા કિનારે એક ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના 25 દિવસ બાદ તેને જામીન મળી ગયા હતા. આ અરજી એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે અને તેમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક દ્વારા એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અંગે ઉઠાવવામાં આવેલા વિવાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.