બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cattle-people helpless in Ganadevi and Khadsupa villages

તબાહી જ તબાહી / નવસારીમાં લોકોએ છત પર વિતાવી રાત, અમુક સ્થળે હેલિકોપ્ટર રેસ્ક્યૂ, પાંજરાપોળમાં 1200 પશુ ફસાયા

Khyati

Last Updated: 01:13 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં મેઘરાજા મહેરબાન થતા નદીઓ ગાંડીતૂર બની છે તો બીજી તરફ અબોલ જીવો પણ વરસાદી આફતમાં ફસાયા છે ઘણી જગ્યાએ તો તંત્ર પણ પહોંચ્યુ નથી

  • નવસારીમાં વરસાદી આફત
  • ગણદેવીમાં પુરના પાણીમાં લોકો ફસાયા
  • પાંજરાપોળમાં 1200 અબોલ જીવો ફસાયા 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે મેઘરાજાએ તો જબરો કહેર મચાવ્યો છે. તેમાં પણ નવસારીની તો વાત જ શું કરવી. મેઘરાજાએ નવસારીને ઘમરોળતા ઘણી જ દયનીય સ્થિતિનું નિર્માણ થયુ છે.  ધોધમાર વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે. નદીઓ ગાંડીતૂર બની છે.  અરે, સ્થાનિક નદીઓમાં તો પૂર આવતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકો આખી રાતની રાત પાણીમાં વિતાવવા મજબૂર બન્યા છે. ત્યારે નવસારીના કેટલાક ગામોની સ્થિતિ વિશે વાત કરીએ તો,

ખડસુપા પાંજરાપોળમાં ફસાયા પશુઓ

વાત છે નવસારીના નેશનલ હાઇવે 48 પર આવેલા ખડસુપા ગામની. અહીં પશુઓનુ આશ્રય સ્થાન છે. જે વરસાદી પાણીમાં ગરકાવ થતા 50 જેટલા અબોલ જીવો મોતને ભેટ્યા હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. બે દિવસથી પાણી ભરાતા  આશરે 1200 જેટલા પશુઓ ફસાઇ ગયા હતા. જોકે એસડી આરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

 

વેંગણિયા ખાડી પાસે કરાયુ રેસ્ક્યું

તો આ તરફ નવસારીના ગણદેવીમાં હજી પણ ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ગણદેવીના વેંગણિયા ખાડી પાસે રેસક્યુની કામગીરી કરવામાં આવી. એનડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાછે.  લોકોના ઘરોમાં પણ પાણી ભરાઇ જવા પામ્યા છે. ધોધમાર વરસાદને કારણે ખાડીનું જળસ્તર પણ વધી ગયુ છે.  જો કે એનડીઆરએફની ટીમ ખડેપગે જોવા મળતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. 

ઘરોમાં ઘુસી ગયા પાણી, અસહાય-લાચાર બન્યા લોકો

નવસારીમાં વરસાદી તારાજી સર્જાઇ છે પરંતુ ઘણા એવા ગામો છે જ્યાં  તંત્ર ડોકિયુ કરવા પણ આવ્યુ નથી. આવુ જ એક ગામ છે ગણદેવી. ગણદેવીમાં પૂરનું પાણી ગામમાં ફરી વળતા લોકોના ઘરો પાણી પાણી થયા છે. સ્થાનિકનદીઓમાં પુર આવતા ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો એક જગ્યાએ ભેગા થઇને બેઠા છે કારણ કે તે જગ્યા પર જ પાણી નથી.  એક જ છત નીચે લોકો આખો દિવસ બેસીને પસાર કરી રહ્યા છે.  જીવ બચાવવા માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે. 

હેલિકોપ્ટર દ્વારા કરાયુ રેસક્યું

તો નવસારીમાં મેઘો આફત બનીને આવતા એનડીઆરએફ અને કોસ્ટગાર્ડની અદભૂત કામગીરી જોવા મળી. એક તરફ એનડીઆરએફ-એસડીઆરએફ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગણદેવીમાં પુરમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું.

 

એક મહિલા અને બાળકીનું રેસક્યુ કરવામાં આવ્યું. આ દ્રશ્યો જોઇને જાણે કોઇ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ હતું. પરંતુ કોસ્ટગાર્ડની ટીમને ખરેખર પ્રશંસનીય કામગીરી કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ