બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Case of absconding woman abandoned child at Ahmedabad LG Hospital, big revelation in police interrogation

તરકટ / અમદાવાદ: LG હોસ્પિટલમાં બાળકને ત્યજી મહિલા ફરાર થવાનો મામલો, મહિલાએ પોલીસ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

Vishnu

Last Updated: 05:29 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખરે હકીકત શું છે તેના પરથી ધીરે ધીરે પડદો ઉઠી રહ્યો છે.મહિલા કોઈ રીક્ષા ચાલક સાથે સંબંધ બંધાતા થઈ હતી ગર્ભવતી

  • મણિનગરમાં LG હોસ્પિટલનો મામલો
  • ગર્ભવતી મહિલાને કરાઈ હતી દાખલ
  • બાળકને જન્મ આપ્યા બાદ થઈ હતી ફરાર

અમદાવાદની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને જનાર માતા હોસ્પિટલમાં દીકરાને લેવા પહોંચી. દૂધ લેવા જતા બેભાન થઈ ગઈ હોવાનું રચ્યું , પોલીસે મહિલાની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી

બાળકના જન્મ બાદ હોસ્પિટલમાંથી ગાયબ થઈ હતી મહિલા
મણિનગર માં એલ જી હોસ્પિટલમાં 4 દિવસના બાળકને મૂકીને માતા ફરાર થઈ ગઈ હોવાના કેસમાં પોલીસ માતા ને શોધી રહી હતી ત્યારે માતા રહસમ્ય રીતે નવજાત બાળકને લેવા હોસ્પિટલમાં પહોંચી હતી. ઘટનાની વાત કરીએ તો 16મી સપ્ટેમ્બરના રોજ મહિલાને બિનવારસી હાલતમાં એડમિટ કરવામાં આવી હતી.જે દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને 20 મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા મહિલાની આસપાસમાં શોધખોળ કરતા મહિલા ન મળી આવ્યા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..મહિલાના હોસ્પિટલમાંથી બહાર નીકળતા સીસીટીવી પણ સામે આવ્યા હતા જે બાદ પોલોસે મહિલાની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ 3 દિવસે મહિલા બાળકને લેવા હોસ્પિટલમાં પહોંચતા સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. 

પોલીસ મહિલાની પૂછપરછ શરૂ કરી
મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ 4 દિવસના બાળકને મૂકીને જતા રહ્યા બાદ બે દિવસ પછી ફરી હોસ્પિટલમાં બાળકને લેવા પહોંચી હતી. મહિલા બાળક માટે દૂધ લેવા ગઈ અને બેભાન થઈ જતા બે દિવસે ભાનમાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું. જેથી મહિલા કેટલું સાચું બોલે છે અને બાળકને મૂકી ક્યાં ગઈ હતી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.આખરે હકીકત શું છે તેના પરથી ધીરે ધીરે પડદો ઉઠી રહ્યો છે.

કોણ છે બાળકને ત્યજી ભાગી જનાર મહિલા?
મહિલા અમદાવાદના જનતા નગરની રહેવાસી છે. 2007 માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતા પિતા અને બે બાળકો સાથે રહેતી હતી. આ મહિલા ભિક્ષુકની જેમ જુદા જુદા વિસ્તારમાં ફરતી હતી. આ દરમ્યાન કોઈ રીક્ષા ચાલક સાથે સબંધ બધાંતા મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. અને તેને બિનવારસી હાલત માં મહિલાને એલ જી હોસ્પિટલમાં સ્થાનિક લોકોએ ખસેડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ