બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Captain Abhilasha Barak becomes first woman to join Army Aviation Corps as Combat Aviator

મોટી સિદ્ધિ / નારી શક્તિને સલામ ! કેપ્ટન અભિલાષા બરાક બન્યાં ભારતના પહેલા મહિલા કોમ્બેટ એવિએટર, આર્મીએ કર્યું મોટું સન્માન

Hiralal

Last Updated: 04:39 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનામાં પણ હવે મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે, કેપ્ટન અભિલાષા બરાક ભારતના પહેલા મહિલા કોમ્બેટ એવિએટર બન્યાં છે.

  • હવે સેનામાં પણ મહિલાઓ પુરુષ સમોવડી બની 
  • કેપ્ટન અભિલાષા બરાકે રેકોર્ડ સર્જ્યો 
  • બન્યાં ભારતના પહેલા મહિલા કોમ્બેટ એવિએટર 

સામાન્ય જીવનમાં જ નહીં પરંતુ હવે આર્મીમાં પણ મહિલાઓ પુરુષો સાથે ખભેખભો મિલાવીને ચાલી રહી છે. ભારતીય સેનાને બુધવારે આર્મી કોર્પ્સના રૂપમાં પોતાની પહેલી મહિલા અધિકારી મળી છે. કેપ્ટન અભિલાષા બરાક આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા બન્યાં છે. 

કેપ્ટન અભિલાષા બરાકે સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી

 ભારતીય સેના અનુસાર કેપ્ટન અભિલાષા બરાકે સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી છે. જે બાદ કેપ્ટન અભિલાષાને કોમ્બેટ એવિએટર તરીકે આર્મી એવિએશન કોર્પ્સમાં સામેલ કરવામાં આવી છે.

કેપ્ટન અભિલાષાને 36 પાયલટો સાથે પ્રતિષ્ઠિત વિંગથી નવાજવામાં આવ્યાં 
ભારતીય સેના અનુસાર કેપ્ટન અભિલાષાને સેનાના 36 પાયલટો સાથે આ પ્રતિષ્ઠિત વિંગથી નવાજવામાં આવી છે. સેના અનુસાર 15 મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પાયલોટ એપ્ટીટ્યૂડ બેટરી ટેસ્ટ અને મેડિકલ તપાસ બાદ માત્ર બે અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

અવની ચતુર્વેદી ફાઇટર જેટ ઉડાવનારી પ્રથમ ભારતીય મહિલા બની

ગયા વર્ષે જૂનમાં પહેલી વખત બે મહિલા અધિકારીઓની હેલિકોપ્ટર પાયલટની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી હતી. બંનેને નાસિકની કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી. હાલ ઉડ્ડયન વિભાગમાં મહિલાઓને એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ ડયુટીની જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ હવે આ મહિલા અધિકારીઓ પાઇલટ તરીકેનો કાર્યભાર સંભાળશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં વાયુસેનાના ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી ફાઈટર વિમાન ઉડાવનારી પહેલી ભારતીય મહિલા બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ