બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / canara bank hike interest rate on fixed deposit

તમારા કામનું / આ સરકારી બેંકે લોકોને દિવાળી પર આપી સૌથી મોટી ભેટ, લોકોને મળશે એક્સ્ટ્રા પૈસા

Arohi

Last Updated: 05:39 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સરકારી બેંકે મોટું પગલું ભર્યું છે. આ બેંકે FD પર વ્યાજ વધાર્યું છે. તેની સીધી અસર બેંક સાથે જોડાયેલા લોકો પર પડશે જેમણે FD કરાવેલી છે.

  • આ બેંકે આપી દિવાળીની ભેટ
  • બેંકના ગ્રાહકોને ફાયદો જ ફાયદો
  • બેંકે FD પર વધાર્યું વ્યાજ 

દિવાળી 2022 પર દરેક જગ્યાએ કંઈકને કંઈક ઓફર ચાલી રહી છે. આ દરમિયાન લોકોને અનેક ડિસ્કાઉન્ટ પણ મળે છે. હવે એક સરકારી બેંકે મોટું પગલું ભર્યું છે. વાસ્તવમાં આ બેંકે FD પર વ્યાજ વધાર્યું છે. તેની સીધી અસર બેંક સાથે જોડાયેલા લોકો પર પડશે, જેમણે પોતાની FD કરાવી લીધી છે. 

જાહેર ક્ષેત્રની કેનેરા બેંકે રૂ. 2 કરોડથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર નવા રેટ 7 ઓક્ટોબર, 2022થી લાગુ થશે. વ્યાજ વધારવાથી ગ્રાહકોને વ્યાજના રૂપમાં વધારાના પૈસા પણ મળશે.

આટલા રૂપિયામો વધારો 
બેંકે 7 દિવસમાં પાકતી FD પર વ્યાજ દર 2.90% થી વધારીને 3.25% અને 46 દિવસથી 90 દિવસમાં પાકતી FD પર 25 બેસિસ પોઈન્ટ્સ (bps) 4% થી વધારીને 4.25% કર્યો છે. આ સિવાય 91 દિવસથી 179 દિવસમાં પાકતી FD પર હવે 4.50%ના દરે વ્યાજ મળશે, જે પહેલા 4.05% હતું. તેમાં 45 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય 180 દિવસથી 269 દિવસમાં પાકતી FD પર 5.90% થી વ્યાજ મળશે. અગાઉ તે 4.65% હતો. તેમાં 125 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

આમાં પણ થયો વધારો 
આ સિવાય કેનેરા બેંકે 270 દિવસથી એક વર્ષથી ઓછી પાકતી મુદતવાળી FD પર તેના વ્યાજ દરમાં 135 બેસિસ પોઈન્ટ્સ (bps) 4.65% થી 6.00% સુધીનો વધારો કર્યો છે. બેંકે 1 વર્ષથી 2 વર્ષમાં પાકતી FD પર વ્યાજ દર 5.50% થી વધારીને 6.50% કર્યો છે. તેમાં 100 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 1 વર્ષ કે તેથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી FD પર વ્યાજ દર 5.55% થી વધારીને 6.50% કરવામાં આવ્યો છે. તેમાં 95 bps નો વધારો કરવામાં આવ્યો છે.

લાંબા સમયની FD 
આ સિવાય 666 દિવસમાં પાકતી FD પર વ્યાજ દર 6% થી વધીને 7.00% થઈ ગયો છે. તેમાં 100 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે 2 વર્ષ કે તેથી વધુ પરંતુ 3 વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી FD પરનો વ્યાજ દર 5.60% થી વધીને 6.50% થયો છે. તેમાં 90 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

FD પર વ્યાજ 
કેનેરા બેંકે 3 વર્ષ અને તેથી વધુ સમયગાળામાં પાકતી FD પર તેનો વ્યાજ દર 5.75% થી વધારીને 6.50% કર્યો છે. તેમાં 75 bps નો વધારો કરવામાં આવ્યો છે અને 5 વર્ષ અને તેથી વધુ સમયગાળામાં પાકતી FD પર વ્યાજ દર 5.75% થી વધારીને 7.00 કરવામાં આવ્યો છે. તેમાં 125 bps નો વધારો કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ