બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Cabinet Minister Purnesh Modi's announcement, air ambulance service will start in Gujarat
ADVERTISEMENT
ગુજરાતમાં દર્દીઓને હવે નવીતમ સુવિધાનો લાભ મળી શકે છે રાજ્યમાં હવે 108 સેવાની જેમ એર એમ્યુલન્સ સેવા પણ શરૂ થઈ શકે છે, કેમ કે રાજ્ય સરકાર આગામી સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં GVK સાથે MOU કરી શકે છે. આ માટેની જાહેરાત કરતાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે 19 નવેમ્બરે કેન્દ્રીય એવિએશન વિભાગની બેઠક થઈ હતી જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં એર એમ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવે. જે બાદ પરમીશન મળી જતાં હવે મંત્રીએ પત્રકાર પરીષદ કરી જાહેરાત કરી છે કે આગામી સમયમાં 108 મારફતે એર એમ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા ઈજાગ્રસ્તોને મોટો લાભ થશે.
એર એમ્બ્યુલન્સનું કેટલું ભાડું?
ADVERTISEMENT
ADVERTISEMENT
પૂર્ણેશ મોદીએ એવિએશન વિભાગની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા પર પ્રકાશ પાડ્યો
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું હતું કે 19 નવેમ્બરે કેન્દ્રીય એવિએશન વિભાગની બેઠક થઈ હતી જેમાં દરેક રાજ્યમાંથી ઉડ્ડયન મંત્રીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં ગુજરાત તરફથી કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની રજુઆત, સી પ્લેન માટે 6 સ્થળો પર સર્વેની વાત, ઉત્તર ગુજરાતમાં ડીસા એરસ્ટ્રીપ પ્રોજેકટ, શાકભાજી માટે કાર્ગો સર્વિસ, કેશોદ એરપોર્ટ પર પાર્કિંગનો પ્રોબ્લેમ, એવિએશન પાર્ક બનાવવનું આયોજનને લઈ ચર્ચાઑ થઈ હતી
વાઇબ્રન્ટ સમિટમાં સરકાર અને GVK કરશે MOU
વાઈબ્રન્ટ સમિટમાં સરકાર અને GVK કરાર કરશે, જેમાં જુના એરક્રાફ્ટ એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ લેવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકારના જુના એરક્રાફ્ટ B2100નો ઉપયોગ કરી દર્દીઓ માટે એર એમ્બ્યુલન્સની ખાસ સેવા શરૂ કરાશે.
ADVERTISEMENT
સરકારના જુના એરકાફ્ટ B2100નો કરાશે ઉપયોગ
B2100 એર એમ્બ્યુલન્સ માટે DGCA પાસે મંજૂરીની માંગ કરવામાં આવી છે, જો મંજૂરી મળશે તો એર એમ્બ્યુલન્સની જરૂરિયાતમંદ દર્દીઓને સરકાર સુવિધા આપશે પરતું તેના બદલામાં સરકાર દર્દીઓ પાસેથી ઓપરેટિંગ ચાર્જ પણ વસુલવામાં આવશે, એટલે ઓપરેટિંગ ખર્ચ દર્દીઓએ ચુકવવાનો રહેશે એટલું જ નહીં એર એમ્બ્યુલન્સની સેવા લેનાર દર્દીએ 108માં નોંધણી કરાવી પડશે, જેમાં 108 નોંધણી આધારે સરકાર પાસે મંજૂરી લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.