બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cabinet meeting chaired by CM Bhupendra Patel today

ગાંધીનગર / આજે CMની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક, આંદોલનોના નિરાકરણ સહિત વિવિધ મુદ્દાઓ પર કરાશે સમીક્ષા

Dhruv

Last Updated: 08:16 AM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ રોજ ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની મહત્વની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં અલગ-અલગ મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે.

  • CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક
  • બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓને લઇને ચર્ચા કરાશે
  • વિવિધ આંદોલનો અને તેના નિરાકરણ બાબતે પણ ચર્ચા થશે

આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની સમીક્ષા કરાશે. તદુપરાંત નેશનલ ગેમ્સની તૈયારીને લઈને પણ બેઠકમાં સમીક્ષા કરાશે. એ સિવાય રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલનો અને તેના નિરાકરણ બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં મહત્વના પ્રોજેક્ટની સ્થિતિ-કામગીરી બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. વધુમાં ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય બાબતે પણ ચર્ચા થઈ શકે છે.

બેઠકમાં વિવિધ આંદોલનોના નિરાકરણ બાબતે ચર્ચા થશે

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં વિવિધ કર્મચારીઓ પોતપોતાની માંગને લઇને આંદોલનો કરી રહ્યાં છે. ત્યારે તેઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એ માટે આજે બેઠકમાં મહત્વની ચર્ચા થઇ શકે છે. તદુપરાંત PM મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમના પ્રવાસને લઇને પૂર્વ તૈયારીઓ કરવા અંગેની પણ બેઠકમાં ચર્ચા કરાશે.

થોડાક દિવસો અગાઉ કર્મચારીઓએ કરેલું આંદોલન 

PM મોદી આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહી મા અંબાની આરતી ઉતારવાના છે ત્યારે તેઓની મુલાકાત પહેલા સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીને રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

નેશનલ ગેમ્સનું ઓપનિંગ પ્રધાનમંત્રી દ્વારા 29મી સપ્ટેમ્બરે કરાશે, ત્યારે પીએમના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈને મોટેરા ટી સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

PM મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ