મુંબઈ એરપોર્ટ પર પાર્કિંગ જેવી નાખી દેવાય તેવી બાબતે પ્રાઈવેટ સિક્યુરીટીના જવાનોએ રીતસરનો આતંક મચાવી દીધો અને એક કેબ ડ્રાઈવરને એટલો સખત માર માર્યો કે જોઈને કંપી જવાય.
#WATCH | Cab driver thrashed at Mumbai airport over parking by private security personnel deployed at the airport. 6 people arrested on the basis of the statement by the cab driver: Mumbai Police
પહેલા બોલાચાલી કરી પછી બધા કેબ ડ્રાઈવર પર તૂટી પડ્યાં
મુંબઈ એરપોર્ટ પર તહેનાત ખાનગી સુરક્ષાકર્મીઓ દ્વારા એક કેબ ડ્રાઈવરને નિર્દયતાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારનો ડ્રાઇવર, દેવન ડેવર, પેસેન્જરની રાહ જોતા પાર્કિંગમાં ઉભો હતો ત્યારે એક ખાનગી મહિલા સિક્યુરિટી ગાર્ડ આવી હતી અને કારના પાર્કિંગને લઈને બંને વચ્ચે દલીલ થઈ હતી, વિવાદ ઝપાઝપીમાં ફેરવાઈ ગયો હતો." જેને પગલે મુંબઇ એરપોર્ટ ટર્મિનલ 2 પર હાજર અન્ય ખાનગી સુરક્ષાકર્મીઓએ ગુસ્સામાં આવીને ડ્રાઇવરને લાતો મારવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે કાર ચાલકને ઇજાઓ પહોંચી હતી.
6 આરોપીઓની ધરપકડ
કાર ચાલકના નિવેદનના આધારે સહાર પોલીસે ગણેશ મોહિતે, મોહન ધોત્રે, કિશોર, અનિલ ઠાકુર, સાગર અને ફાતિમા તુલે નામના છ લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.