બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / CAA was found on the number plate of Home Minister Amit Shah's car

ચર્ચાસ્પદ / VIDEO: ગૃહમંત્રી અમિત શાહ જે કારમાં પહોંચ્યા પાર્ટી ઓફિસ, તે કારની નંબર પ્લેટ બની ચર્ચાનો વિષય

Priyakant

Last Updated: 12:55 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah Car Viral Video Latest News: અમિત શાહ બેઠક માટે BJP હેડક્વાર્ટર પહોંચ્યા જ્યાં તેમની કારની તસવીર લેવામાં આવી ત્યારે કેટલાક લોકોની નજર વાહનની નંબર પ્લેટ પર પડી અને પછી વીજળીના કરંટની જેમ વાયરલ થયો વિડીયો

Amit Shah Car Viral Video : રાજનીતિના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીને લઈ ગઇકાલે મધરાત સુધી ચાલેલ ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) ની બેઠકમાં અમિત શાહ પણ હતા. અમિત શાહ જ્યારે BJP હેડક્વાર્ટર પહોંચ્યા ત્યારે તેમની સફેદ કલરની સફારી કારનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વિડીયોની ચર્ચા થવાનું કારણ એ છે એ, તમે આ વિડીયોમાં જોશો તો ખબર પડશે એ, અમિત શાહની કારનો નંબર 'DL1 CAA 4421' છે. જોકે હવે કેટલાક લોકો નંબર પ્લેટની સીરિઝમાં CAA આવતું હોવાની ચર્ચા કરી રહ્યા છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાર પર 'DL1 CAA 4421' નંબર પ્લેટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં અમિત શાહ બેઠક માટે BJP હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમની કારની તસવીર લેવામાં આવી હતી. જ્યારે કેટલાક લોકોની નજર વાહનની નંબર પ્લેટ પર પડી અને પછી તો શું વીજળીના કરંટની જેમ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો. આ અંગે ઘણા યુઝર્સે ફીડબેક પણ આપ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આનો અર્થ એ છે કે CAA ચોક્કસપણે લાગુ કરવામાં આવશે. તો વળી બીજા વ્યક્તિએ કહ્યું, CAA હંમેશા તેમના મગજમાં હતું.

જાણો શું છે સમગ્ર મામલો ? 
વાત જાણે એમ છે કે, ન્યૂઝ એજન્સી ANIએ 29 ફેબ્રુઆરીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના કેપ્શનમાં તેણે લખ્યું- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બીજેપી સીઈસી મીટિંગ માટે દિલ્હીમાં પાર્ટી હેડ ક્વાર્ટર પહોંચ્યા. આ પછી આ પોસ્ટ વાયરલ થઈ છે. નંબર પ્લેટ પર CAA જોઈને એક યુઝરે કહ્યું- અમિત શાહની નંબર પ્લેટ પણ CAA કહી રહી છે. અન્ય યુઝરે લખ્યું- આનો અર્થ એ છે કે, CAA ચોક્કસપણે લાગુ કરવામાં આવશે. 

વધુ વાંચો: 400 પાર માટે રાતના 3:20 કલાક સુધી દિલ્હીમાં દોડધામ, બેઠકમાં PM મોદીએ લગાવી અંતિમ મહોર, જાણો પ્લાનિંગ

જાણો શું છે આ CAA ? 
CAA (સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ, 2019) એ ત્રણ પડોશી દેશો (પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ) ના લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો માર્ગ ખોલ્યો છે જેમણે લાંબા સમયથી ભારતમાં આશ્રય લીધો છે. લોકસભા ચૂંટણી પહેલા આ કાયદો ફરી એકવાર ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં CAAને સૂચિત કરવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ કાયદાને 4 વર્ષ પહેલા સંસદના બંને ગૃહોએ મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની પણ મંજૂરીની મહોર મારવામાં આવી હતી. માત્ર નોટિફિકેશન જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. જોકે અહી એ પણ નોંધનીય છે કે, આ કાયદાનો ઘણો વિરોધ થયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ