ઘણી વખત એવી પરિસ્થિતિ આવી જાય છે કે જ્યારે કોઇ જરૂરી કામ માટે લોનની આવશ્યકતા રહે છે. સામાન્ય રીતે પર્સનલ લોન પર બેંક વધારે વ્યાજ વૂસલે છે એવામાં જો તમે PPF એકાઉન્ટમાં કરેલા રોકાણનો ઉપયોગ કરીને સરળતાથી લોન મેળવી શકો છો. જાણો આ માટે શું કરવું પડશે...
PPF એકાઉન્ટની મેચ્યોરિટીની સીમાં 15 વર્ષની હોય છે. 7 વર્ષની અવધિ પૂરી થયા પહેલા તમે તેમાંથી આ રાશિ નીકાળી ના શકો પરંતુ 3 વર્ષ પૂરા થયા પર તમે લોન જરૂરથી લઇ શકો છો તેનાથી તમારા રોકાણ પર પણ અસર પડશે નહી અને જરૂરિયાતના સમયે પૈસા પણ મળી જશે.
જો તમે PPF એકાઉન્ટ પર લોન લેવા ઇચ્છો છો તો 3 વર્ષ પૂરા થયા પર તમે અપ્લાઇ કરી શકો છો તમારા એકાઉન્ટમાં જમા કુલ રકમની 25% સુધીની રાશિની રકમ લોન તરીકે મળી શકે છે.
જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે 3 વર્ષ પૂરા થયા પછી જ લોન માટે અપ્લાઇ કરી શકો છો અને પાંચમા વર્ષ પહેલા ચૂકવી લેજો.
જોકે લોન લીધા પછી મળતા વ્યાજમાં લગભગ 2% વધારે વ્યાજ ચૂકવવું પડશે જોકે તમે વર્ષમાં 1 વખત જ લોન લઇ શકશો.
જો તમે લોન લેવા ઇચ્છો છો તો આ માટે જરૂરી છે કે તમારું PPF એકાઉન્ટ રેગ્યુલર હોય. જો તમે વર્ષમાં 500 રૂપિયા સુધી ન્યૂનતમ રાશિ ના ચૂકવી શકો તો આ સુવિધા નહી મળી શકે. જો તમારે લોન લીધા પહેલા સબસ્ક્રિપ્શનની રાશિ ચૂકવવી પડશે અને પેનલ્ટી ભરવી પડશે. એક વાત બીજી એક સમયમાં PPF એક જ લોન લઇ શકાશે. બીજી લોન લીધા પહેલા જૂની ચાલી રહેલી લોન પૂરી કરવી પડશે.