બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / budh rashi parivartan effect on zodiac signs budh ast mercury transit 2022

તમારા કામનું / બનતા કામ બગડી જશે, નોકરીમાં વધશે પ્રેશર: એપ્રિલ મહિનામાં આ 3 રાશિઓ પર તૂટશે મુશ્કેલીઓનો પહાડ

Arohi

Last Updated: 11:56 AM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવ્યો છે. કુંડળીમાં બુધની સ્થિતિ સારી રહેવા પર વ્યક્તિ બુદ્ધિમાન બને છે. બુધને વ્યાપારનો પણ કારક માનવામાં આવે છે.

  • નોકરીમાં આવી જાય છે મુશ્કેલીઓ 
  • કાર્યસ્થળ પર વધશે પ્રેશર 
  • વ્યાપારમાં થઈ શકે છે આર્થિક નુકસાન 

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું રાશિ પરિવર્તન, ઉદય, અસ્ત અને વક્ર ચાલનું ખાસ મહત્વ છે. જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે તો તેના જીવન પર સીઘી અસર પડે છે. આ સમયે ગ્રહોમાં રાજકુમાર કહેવાતો બુધ ગ્રહ અસ્ત છે. બુધ ગઈ 14 માર્ચે અસ્ત થયો હતો અને ફરી 12 એપ્રિલે ઉદય થશે.

જ્યોતિષના અનુસાર 12 એપ્રિલની સાંજે 7.33 મિનિટ પર બુધ દેવનો ઉદય થશે. એવામાં બુધ અસ્તનો નકારાત્મક પ્રભાવ અમુક રાશિઓ પર પડશે. આવો જાણીએ તેના વિશે. 

આ રાશિના જાતકોએ 12 એપ્રિલ સુધી સાવધાન રહેવું પડશે
મેષ 

આ રાશિના 11મા ઘરમાં બુધ અસ્ત થયો છે. 11મું ઘર આવકનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નોકરી અને વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ આવકના સ્ત્રોતમાં ઘટાડો થઈ શકે છે. વેપારમાં કોઈ પણ સોદો નાણાકીય નુકસાનનું કારણ બની શકે છે. જો કે પૈસાના રોકાણમાં સાવધાની રાખવાની જરૂર છે.

વૃષભ
આ રાશિ માટે બુધનું અસ્ત થવું શુભ માનવામાં આવતું નથી. બુધના પ્રભાવને કારણે તમારે નોકરી અને કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોના ભાગ્ય પર પણ બુધ ગ્રહની અસર પડશે. કામ જેમ જેમ પૂરું થશે તેમ બગડશે. આ સિવાય જમીનના દસ્તાવેજોને લગતા કામમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં આર્થિક વૃદ્ધિમાં અવરોધ આવશે. કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે.

મિથુન
આ રાશિના 9મા ઘરમાં બુધ અસ્ત થયો છે. 9મું ઘર ભાગ્ય અને વિદેશ યાત્રાનું છે. આવી સ્થિતિમાં, બુધ ગ્રહની અસરને કારણે, તમારે 12 એપ્રિલ સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ કામ અચાનક બગડી શકે છે. નોકરીમાં પ્રમોશનની તક જતી થઈ શકે છે. કાર્યસ્થળ પર ઘણું પ્રેશર હોઈ શકે છે. અધિકારીઓ સાથે સંબંધો બગડી શકે છે. તમને સખત મહેનતનું અનુકૂળ પરિણામ નહીં મળે. જેના કારણે મન ઉદાસ રહી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ