બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / BUDGET work starts without halwa ceremony

Budget 2022 / મોદી સરકારે વધું એક વર્ષો જૂની પરંપરા બદલી નાખી, આ વખતે હલવાની જગ્યાએ આપશે મિઠાઈ

Pravin

Last Updated: 11:27 AM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીમાં રજૂ થનારુ આ બજેટમાં આ વખતે ઘણા પરિવર્તન થવાના છે. જેમાં આ વખતે બજેટની ડિજીટલ કોપી મળશે, ઉપરાંત હલવા સેરેમની બંધ રહેતા મિઠાઈ વહેંચવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી અઠવાડીયાની શરૂઆતમાં લોકસભામાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. કોરોના મહામારીની નવી લહેરની વચ્ચે આવી રહેલા આ બજેટથી લોકોને ઘણી આશાઓ બંધાયેલી છે. આ તમામની વચ્ચે નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વખતે પણ બજેટ પેપરલેસ રહેવાનું છે. લોકસભાના તમામ સભ્યો સહિતના લોકોને બજેટની ડિજીટલ કોપી આપવામાં આવશે. મહામારીને જોતા આ વખતે હલવા સેરેમનીનનું આયોજન કરવામાં આવશે નહીં.

અધિકારીઓને હલવાની જગ્યાએ મીઠાઈ મળી

મોટા ભાગે બજેટનું છાપકામ હલવા સેરેમની સાથે શરૂ થાય છે. ત્યાર બાદ બજેટ તૈયાર કરવામાં લાગેલા તમામ અધિકારીઓ મંત્રાલયના બેસમેંટમાં બંધ થઈ જાય છે. જ્યારે લોકસભામાં બજેટ રજૂ થાય છે, ત્યાર બાદ જ તેઓ કોઈને મળી શકે છે. જો કે, આ વખતે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવશે નહીં. બજેટની તૈયારીમાં લાગેલા લોકોને હલવાની જગ્યાએ મીઠાઈઓ આપવામાં આવી છે.

આવી રીતે મળશે બજેટની ડિજીટલ કોપી

નિવેદનમાં કહેવાયું છે કે, આ વખતે બજેટ પેપરલેસ હશે, તેને મોબાઈલ એપ દ્વારા આપવામાં આવશે. સરકાર ગત વર્ષે પણ પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. એટલા માટે યુનિયન બજેટ મોબાઈલ એપ પર મળી રહેશે. હિન્દી અને અંગ્રેજી બંનેમાં તે એપ પર મળી રહેશે. જેને વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. આ ઉપરાંત તે એપ એન્ડ્રોઈડ અને આઈઓએસના એપ સ્ટોરમાં પણ મળી રહેશે. બજેટના તમામ દસ્તાવેજો વેબસાઈટથી પણ મળી રહેશે.

 

છેલ્લા ચાર વર્ષમાં આટલી પરંપરા બદલાઈ ગઈ

આ નિર્મલા સીતારમણનું ચોથું બજેટ છે. તેઓ ભારતમાં એકથી વધારે વખત બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા છે. આ અગાઉ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ 1 વાર બજેટ રજૂ કર્યું હતું. જ્યારે નાણામંત્રીનો પ્રભાર તેમની પાસે હતો. નિર્મલા સીતારમણ આ અગાઉ પણ બજેટ સાથે જોડાયેલી પરંપરામાં ફેરફાર કરી ચુક્યા છે. તેમણે જ્યારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે જ ફેરફારની શરૂઆત કરી હતી.

આઝાદી પહેલા બજેટના ચામડાના બ્રીફકેસમાં રજૂ કરવાની પરંપરા ચાલતી આવતી હતી. નિર્મલા સીતારમણે તેની જગ્યાએ તેને લાલ કપડામાં ખાતાવહી તરીકે બજેટને રજૂ કર્યું. પેપરલેસ બજેટ અને હલવા સેરેમની વગર તૈયારી શરૂ કરવાની પરંપરા પણ તેમણે ચાલું કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2022 Halwa Ceremony Nirmala Sitharaman Union Budget indian economy Budget 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ