બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / Budget 2023 24 assocham wants it limit exemption raised to 5 lakh rs per year

ગૂડ ન્યૂઝ / ટેક્સને લઇને સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, બજેટ 2023-24માં 5 લાખ સુધીની મળી શકે છૂટ, જાણો શું છે માંગ

Vaidehi

Last Updated: 07:06 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ASSOCHAMએ કહ્યું છે કે જો ટેક્સમાં છૂટની વર્તમાન લિમિટને 2.5 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવે છે તો માંગમાં તેજી આવી શકે છે જેના કારણે અર્થવ્યવસ્થામાં ગ્રાહકોને પ્રોત્સાહન મળશે.

  • ASSOCHAMએ સરકારને ટેક્સ અંગે કરી માંગ
  • આવનારા બજેટમાં ટેક્સ સીમા વધારવા માંગ
  • હાલમાં સામાન્ય નાગરિકો માટે 2.5 લાખ રૂ.ની લિમિટ

નાણાકીય બજેટ 2023-24ની તૈયારી ધમાકેદાર ધોરણે ચાલી રહી છે. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં ટેક્સપેયર્સને સરકાર મોટી રાહત આપી શકે છે. ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમે સરકારને માંગ કરી છે કે આવનારા બજેટમાં ઇનકમ ટેક્સમાં છૂટની સીમા વધારી બેગણી કરી દેવામાં આવે.

ASSOCHAMએ સરકારને ટેક્સ અંગે કરી માંગ
એસોચેમે કહ્યું કે જો ટેક્સમાં છૂટની લિમિટને વર્તમાનનાં 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરી દેવામાં આવે છે તો માંગમાં તેજી આવશે.  તેનાંથી અર્થવ્યવસ્થામાં ગ્રાહકોને પ્રોત્સાહન મળશે. વર્તમાનમાં સામાન્ય નાગરિકો માટે 2.5 લાખ સુધીની ઇનકમ પર ટેક્સ લાગતો નથી.  વરિષ્ઠ નાગરિકો માટે આ લિમિટ 3 લાખ રૂપિયા સુધી અને સુપર વરિષ્ઠ નાગરિક (80 વર્ષ) માટે આ લિમિટ 5 લાખ રૂપિયા છે.

હવે કેપેસિટી વધારવા પર જોર આપી રહી છે કંપનીઓ
એસોચેમનાં અધ્યક્ષ સુમંત સિન્હાએ કહ્યું કે સ્ટીલ અને સિમેન્ટ જેવા ક્ષેત્રોની કંપનીઓ હવે ક્ષમતા વધારવાની યોજના બનાવવા માંડી છે. તેમણે રિસ્ક ફેક્ટર પર વાત કરતાં કહ્યું કે વૈશ્વિક સ્તર પર મંદી આવી શકે છે અને તેનાથી વિદેશ વ્યાપાર પ્રભાવિત થાય છે. તેવામાં ભારતની GDP પર પણ અસર થઇ શકે છે.

ખર્ચ માટે ગ્રાહકોનાં હાથમાં પૈસા આપવા જરૂરી
એસોચેમે બજેટ પહેલાની પોતાની માંગમાં કહ્યું કે સરકારને ઇનકમ ટેક્સ છૂટ સીમાને વધારીને ઓછામાં ઓછી 5 લાખ રૂપિયા કરવી જોઇએ જેથી ગ્રાહકોનાં હાથમાં ખર્ચ કરવા માટે વધુ નાણું રહે. ઇન્ડસ્ટ્રી બોડીએ કહ્યું કે તેનાથી અર્થવ્યવસ્થામાં વપરાશને પ્રોત્સાહન મળશે.

વપરાશને પ્રોત્સાહન મળી શકે છે...
સિન્હાએ કહ્યું કે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને રીતે ટેક્સમાં ઊછાળથી સરકારની પાસે ઇનકમ ટેક્સની છૂટની સીમા વધારવાની પોસિબિલિટી છે. એસોચૈમનાં મહાસચિવ દીપક સૂદે કહ્યું કે ગ્રાહકનાં હાથમાં વધુ પૈસા મૂકતાં વપરાશનો દર વધશે જેની સકારાત્મક અસર આર્થિક વૃદ્ધિ પર થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax budget 2023-24 ઇનકમ ટેક્સ લિમિટ assocham tax 2023-24
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ