ટેલિકોમ / આ કંપની આપી રહી છે 200 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં 54 દિવસની વેલિડિટી, રોજ 2GB ડેટા

bsnl offers 197 rs plan with daily 2gb data and 54 day validity

ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં વધારો કર્યા પછી પ્રીપેડ પ્લાન્સ 40 ટકા સુધી મોંઘા થઈ ગયા છે. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના ગ્રાહકો મોંઘા ટેરિફને લઇને ચિંતામાં છે ત્યારે સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકોને જૂના ટેરિફ પર જ ટેલિકોમ સર્વિસ આપી રહી છે. બિઝનેસમાં થયેલા નુકસાનને પહોંચી વળવા આ કંપનીઓએ તેમના ટેરિફમાં વધારો કર્યો છે, પરંતુ BSNL ખોટમાં હોવા છતાં યુઝર્સને જૂની કિંમતોના પ્લાન આપી રહી છે. એટલું જ નહીં ટેરિફમાં વધારો થયો તે પહેલાં પણ BSNL અન્ય કંપનીઓ કરતાં તેના પ્લાન્સમાં વધુ ડેટા ઓફર કરી રહી હતી અને ટેરિફ વધ્યા બાદ પણ તેણે કોઈ જ બદલાવ કર્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ