બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / bsf shared video of dismantling and assembling of gypsy

સેનાનુ પરાક્રમ / VIDEO: 2 મિનિટમાં જ BSF જવાનોએ જીપ સાથે કર્યો એવો કમાલ, જોઈને રહી જશો દંગ

Premal

Last Updated: 03:46 PM, 9 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેના તેના શૌર્ય માટે ઓળખાય છે અને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે સેના સંપૂર્ણ રીતે સક્ષમ અને તૈયાર છે. વિષમ પરિસ્થિતિઓમાં કોઈ પણ માર્ગની કોઈ પણ અડચણ ના રોકી શકે. જેનુ ઉદાહરણ હાલમાં બીએસએફ અથવા બોર્ડર સિક્યોરિટી ફોર્સે આપ્યું છે.

  • ભારતીય સેનાના જવાનોએ કર્યુ આ કારનામુ
  • BSFએ એક વીડિયો કર્યો જાહેર
  • બે મિનિટની અંદર મારૂતિ જીપ્સીના સ્પેરપાર્ટસ કાઢી ફરીથી ફીટ કર્યા

ફક્ત 1 મિનિટ 57 સેકન્ડમાં જ કારનામું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિમાચલના પ્રવાસે છે અને તેમની સામે સેનાના જવાનોએ આ કારનામુ કર્યુ છે. અહીં બીએસએફએ એક વીડિયો જાહેર કરી બતાવ્યું છે કે રસ્તો બંધ હોવાથી કેવીરીતે સેના આખી Maruti Gypsyને અંદાજે બે મિનિટની અંદર તેના સ્પેરપાર્ટસ કાઢીને ફરીથી મારૂતિ બનાવી દે છે. બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સામે આવ્યું છે કે રસ્તામાં અડચણ આવવાથી કેવીરીતે જવાનોએ મારૂતિ જીપ્સીના બધા સ્પેરપાર્ટસ કાઢી નાખ્યા અને પછી આ સ્પેરપાર્ટસને રસ્તાની બીજી બાજુ લઇ જઇને ફક્ત 1 મિનિટ 57 સેકન્ડમાં જ આખી જિપ્સી એસેમ્બલ કરી દીધી. લાંબા સમય સુધી સાથ નિભાવ્યાં બાદ હવે ભારતીય સેના મારૂતિ જીપ્સીનો વિકલ્પ તપાસી રહી છે, જે એટલો જ દમદાર અને મજબૂત હોય. મારૂતિ સુઝુકીએ લાંબા સમય પહેલા આ SUVનું ઉત્પાદન ભારતમાં બંધ કરી દીધુ છે, પરંતુ ભારતીય સેના માટે કંપની અત્યાર સુધી આ કારનુ ઉત્પાદન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખમા ભારત-ચીન સરહદ વિવાદના સમયે મારૂતિ સુઝુકીએ 700 જિપ્સી સેનાને પહોંચાડી હતી. 

શું છે સેનાની રિક્વાયરમેન્ટ 

ડિફેન્સના સોર્સ પાસેથી જાણકારી મળી છે કે આ SUVના બદલામાં નવી સૉફ્ટ-ટૉપ 4*4 વાહન માટે રિક્વેસ્ટ ઑફ પ્રપોઝલ આગામી સમયમાં મોકલી શકાય છે. ભારતીય સેનામાં અત્યારે 35,000 જિપ્સી સર્વિસ આપી રહી છે, જેને ઘણા તબક્કામાં હટાવવામાં આવશે. ડિફેન્સ એક્વિજિશન કાઉન્સિલે હાલમાં 4X4 હલ્કા વાહનોની ખરીદના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સેના પ્રારંભિક તબક્કામાં લગભગ 5000 નવા વાહન ખરીદવાની છે અને બાકી વાહન જરૂરિયાતના હિસાબે ઘણા તબક્કામાં ખરીદવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ