બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / bsf jawan martyr at bangladesh border in tripura encounter with nlft militants

ત્રિપુરા / ભારત-બાંગ્લાદેશ સરહદે હિંસક અથડામણ, BSF ના એક જવાન થયા શહીદ

MayurN

Last Updated: 05:19 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર એનએલએફટીના આતંકવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક જવાન શહીદ

  • ભારત-બાંગ્લાદેશ સરહદ પર ગોળીબાર 
  • એનએલએફટીના શંકાસ્પદ બળવાખોરો દ્વારા ગોળીબાર
  • બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક જવાન શહીદ

ઉત્તર ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર એનએલએફટી (નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા)ના આતંકવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક જવાન શહીદ થયો હતો. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા જવાનની ઓળખ બીએસએફની 145મી બટાલિયનના ગિરજેશ કુમાર તરીકે થઈ છે, તેને એન્કાઉન્ટરમાં ઘાયલ થયા બાદ સારવાર માટે અગરતલા લઈ જવામાં આવ્યો હતો.

 

એક જવાન શહીદ
બીએસએફે જણાવ્યું હતું કે, 145 બીએન બીએસએફ, સેક્ટર પાનીસાગર, ત્રિપુરાના બીએસએફ પેટ્રોલિંગ પર એનએલએફટીના શંકાસ્પદ બળવાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીએસએફના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી, ત્યારબાદ બળવાખોરો ગાઢ જંગલની આડમાં ભાગી ગયા હતા. આ એન્કાઉન્ટરમાં એચસી ગિરજેશ કુમારને ગોળી વાગી હતી. ઘાયલ જવાનને તાત્કાલિક એરલિફ્ટ કરીને અગરતલા લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત નિપજ્યું.

 

બાંગ્લાદેશથી ફાયરિંગ શરૂ
આઈજી બીએસએફ ત્રિપુરા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને હુમલા માટે જવાબદાર બળવાખોરોને પકડવા માટે બીજીબી સાથે ગાઢ સંકલનમાં ચાલી રહેલા ઓપરેશન અંગે પૂછપરછ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કંચનપુર પેટાવિભાગના બોર્ડર-2 ચોકી વિસ્તારમાં બીએસએફની એક ટીમ ઓપરેશન પર હતી ત્યારે બાંગ્લાદેશ તરફથી ગોળીબાર શરૂ થયો હતો. બાંગ્લાદેશના રંગમતી હિલ્સ જિલ્લાના જુપુઇ વિસ્તારમાંથી ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે બીએસએફના જવાનો પર ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ સાથે વાત કરશે
તેમણે કહ્યું કે, આ એન્કાઉન્ટર દરમિયાન બીએસએફના એક જવાનને ચાર ગોળીઓ વાગી હતી. ઘટના સ્થળે દોડી આવેલા કુમારે જણાવ્યું હતું કે બીએસએફ દ્વારા સંકલિત જવાબી કાર્યવાહીને કારણે આતંકવાદીઓ વધુ નુકસાન પહોંચાડી શક્યા નથી. "આ ઘટના બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ તેજ કરી દેવામાં આવ્યું છે. અમે જરૂરી કાર્યવાહી માટે આ મુદ્દે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) સાથે વાત કરીશું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ