BSE Sensex NSE Nifty Share Market Today On Monday Opening In Green Mark Sensex Above 42300
શેરબજાર /
અઠવાડિયાની શરૂઆતમાં સેન્સેક્સ સહિત 9 કંપનીઓના કારોબારમાં થયો વધારો, જાણો ક્યા સેક્ટર્સ રહ્યા ટોપમાં
Team VTV10:01 AM, 09 Nov 20
| Updated: 10:09 AM, 09 Nov 20
આજે અઠવાડિયાની શરૂઆતમાં કારોબારી દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 503.93 અંક એટલે કે 1.20 ટકા ઉપર આવીને 42393.99ના સ્તરે ખૂલ્યો હતો જ્યારે તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 135.85 અંકના વધારા સાથે 12399.40 પર ખૂલ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો ઉછાળો
9 કંપનીઓનું બજાર પણ આજે રહ્યું ફાયદામાં
સેન્સેક્સ આજે સવારે 42393.99ના સ્તરે ખૂલ્યો
સૂચકાંકે વર્ષ 2020માં થયેલા નુકસાનની ભરપાઈ કરી લીધી છે. તે જાન્યુઆરી 2020ને 41306.02 પર બંધ થયો હતો.. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર હજુ બજારમાં ઉતાર -ચઢાવ ચાલુ રહેશે. આ સાથે રોકાણકારોએ સાવધાની રાખવી જોઈએ. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરનો સેન્સેક્સ 2278.99 અંક એટલે કે 5.75 ટકાના લાભમાં રહ્યો હતો.
સેન્સેક્સની ટોપ 10માંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં ગયા અઠવાડિયા કરતાં 2,30,219.82 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધુ લાભ એચડીએફસી બેંકને થયો છે. અઠવાડિયામાં 10 ટોપની કંપનીઓમમાં રિલાયન્સને બાદ કરતાં અન્ય 9 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો છે. આ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલાં સ્થાને કાયમ રહી. ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેંક, હિંદુસ્તાન યૂનિલિવર, ઈન્ફોસિસ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસી બેંક, ભારતી એરટેલ અને એચસીએલ ટેક્નોલોજી રહી છે.
દિગ્ગજ શેરની આવી રહી સ્થિતિ
દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, બ્રિટાનિયા અને શ્રી સિમેન્ટની શરૂઆતમાં વધારો રહ્યો. જ્યારે જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા સ્ટીલ, એસબીઆઈ અને એસબીઆઈ લાઈફના શેર રેડ ઝોનમાં રહ્યા.
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર
આજે દરેક સેક્ટર્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યા. તેમાં બેંક, ફાઈનાન્સ સર્વિસિસ, પ્રાઈવેટ બેંક, મેટલ, રિયલ્ટી અને ઓટો સામેલ છે. પ્રી ઓપન સમયે આ શેર માર્કેટના હાલ સવારે 9.02 મિનિટે સેન્સેક્સ 232.62 અંક એટલે કે 0.57 ટકાના વધારા સાથે 42131.68ના સ્તરે રહ્યો હતો. તો નિફ્ટી 123.50 અંતના વધારા સાથે 12387 પર રહ્યો.
છેલ્લા કારોબારી દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું બજાર
છેલ્લા કારોબારી દિવસે સકારાત્મક વૈશ્વિક સંકેતોની સાથે શેરબજાર બંધ થયું હતું. સેન્સેક્સ 1.34 ટકાના વધારા સાથે 552.90 અંક પર બંધ થયું. નિફ્ટી 1.18 ટકા સાથે 12263.55ના સ્તરે બંધ થયું હતું.
શુક્રવારે વધારા સાથે ખૂલ્યું હતું બજાર
શુક્રવારે શેરબજાર વધારા સાથે ખૂલ્યું હતું, સેન્સેક્સ 60.94 અંક ઉપર રહ્યો હતો તો નિફ્ટીની શરૂઆત પણ 36.35 અંકના વધારા સાથે થઈ હતી.