બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / brushing teeth everyday can protect you from heart disease

અભ્યાસ / દાંત સાફ રાખો નહીંતર દિલ સાથ નહીં દે, દિવસમાં આટલી વાર કરવું જોઈએ બ્રશ

Premal

Last Updated: 04:05 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેન્ટલ હાઈઝીન એટલેકે દાંતોની સફાઈ તમને ખરાબ દાંત અને પેઢાના રોગથી તો બચાવે છે. પરંતુ આ તમારા હાર્ટ માટે પણ ફાયદાકારક છે અને તમામ પ્રકારના શ્વસન સંબંધી બિમારીઓથી બચાવે છે. એક નવા અભ્યાસમાં આ અંગે ચોંકાવનારા દાવા પણ કરવામાં આવ્યાં છે.

  • ધ્યાન રાખજો, દાંતની સફાઈ તમને અનેક બિમારીઓથી બચાવશે
  • એક નવા અભ્યાસમાં આ અંગે ચોંકાવનારા દાવા પણ કરાયા
  • દાંતની સફાઈમાં ઉણપ રાખશો તો હાર્ટ સાથે જોડાયેલી બિમારી કરશે પ્રવેશ

કેટલાંક બેક્ટેરિયા જીવલેણ ઈન્ફેક્શનનું બની શકે છે કારણ

યુરોપિયન જર્નલ ઓફ પ્રીવેન્ટિવ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, દાંતોની સ્વચ્છતા અને એટ્રીયલ ફાઈબ્રિલેશન અને હાર્ટની નિષ્ફળતા વચ્ચે જોવામાં આવ્યું  છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આપણુ શરીર બેક્ટેરીયા માટે એક એન્ટ્રી પોઈન્ટ હોય છે. જેનાથી સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરીયા પ્રવેશ કરે છે. પરંતુ કેટલાંક જીવલેણ ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. 

ખરાબ દાંતથી ઘણી બધી બિમારીઓનો પ્રવેશ થાય છે

અવાના હેલ્થકેરના સહ સ્થાપક ડૉ. શિલ્પી બહલ મુજબ તમારી ઓરલ હેલ્થ ઘણાં પ્રકારની બિમારીઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત તમે એન્ડોકાર્ડાઇટિસનો પણ શિકાર બની શકો છો. આ એક પ્રકારનું ઈન્ફેક્શન છે, જે તમારી હાર્ટ ચેમ્બરની અંદર લાઈનમાં હોય છે. મુખ્ય માર્ગમાંથી ફેલાતા બેક્ટેરિયા જ્યારે બ્લડસ્ટ્રીમ દ્વારા માણસના હાર્ટ સુધી પહોંચી જાય છે ત્યારે લોકો એન્ડોકાર્ડાઇટિસનો શિકાર થાય છે.

દાંતના પેઢા સાથેની બિમારી અનેક બિમારીઓ નોતરે છે

નિષ્ણાંતના જણાવ્યાં મુજબ, દાંતની સફાઈમાં બેદરકારી રાખવાથી પેઢા સાથે જોડાયેલી ઘાતક બિમારી પીરિયોડોન્ટાઈટીસનું કારણ બની શકે છે. જો આ બિમારી વધે તો હાર્ટની બિમારી, રક્ત વાહિનીઓમાં મુશ્કેલી અને સ્ટ્રોકની સમસ્યાને પણ ટ્રીગર કરી શકે છે. પીરિયોડોન્ટાઈટીસ અથવા ખરાબ હેલ્થ અને પ્રીમેચ્યોર બર્થ અને લો બ્રથ વેટની વચ્ચે સંબંધ જોવામાં આવ્યો છે. 

ઓરલ હેલ્થનું કેવીરીતે રાખશો ધ્યાન?

દિવસમાં ઓછામાં ઓછા બે વખત ટૂથપેસ્ટથી બ્રશ કરો. દરરોજ દાંતની વચ્ચે સારી રીતે સફાઈ કરો. બ્રશ અથવા દાંત સાફ કર્યા બાદ મોંઢામાં ફૂડ પાર્ટીકલ્સ રહી જાય છે તો તેના માટે માઉથવોશનો ઉપયોગ કરો. સારું ખાવાનું પસંદ કરો અને વધુ  શુગરવાળા ફૂડ અને ડ્રીન્ક્સ ના લેવા જોઈએ. દર ત્રણ-ચાર મહિને પોતાનુ બ્રશ બદલો. દાંતોની સફાઈ અને ચેકઅપ માટે દાંતના તબીબ પાસે નિયમિત તપાસ કરાવો. તમાકુનું સેવન ના કરવુ જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ