બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Britain's 1947 moment! Now Hamza Yusuf of PAK origin is trying to break UK while Rishi Sunak is trying to save

નિયતિનો ન્યાય / 'અખંડ' બ્રિટન માટે ઋષિ સુનકના પ્રયાસ, મૂળ પાકિસ્તાની નેતા ભાગલાની જીદે ચડ્યા: જાણે 1947 જેવો જ ઘટનાક્રમ!

Megha

Last Updated: 10:14 AM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Scotland news : ભારતના ભાગલાના માત્ર 75 વર્ષ પછી એવ એવો સમય આવ્યો જેમાં બ્રિટનના ભાગલા પર ગંભીર ચર્ચા થઈ રહી છે, નિયતિનો ન્યાય એવો કે ભાગલાને રોકવાની કે પૂર્ણ કરવાની જવાબદારી એક ભારતીય મૂળના અને પાકિસ્તાની મૂળના નેતાના હાથમાં છે.

  • બ્રિટનના ભાગલા પર થઈ રહી છે ગંભીર ચર્ચા 
  • સ્કોટલેન્ડની બ્રિટન પાસેથી સ્વતંત્ર અસ્તિત્વની માંગ 
  • બ્રિટનની વર્ષ 1947ના ભાગલા જેવી જ ક્ષણ!
  • શા માટે સ્કોટલેન્ડ બ્રિટનથી અલગ થવા માંગે છે? 

Scotland news :કહેવાય છે કે ઈતિહાસ ક્યારેક ને ક્યારેક પુનરાવર્તિત જરૂર થાય છે. એવામાં ભારતનું વિભાજન ક્રવાનર બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ, પીએમ ક્લેમેન્ટ એટલી અને વાઈસરોય માઉન્ટબેટ ભાગ્યે જ કલ્પના કરી શક્યા હોત કે ભારતના ભાગલાના માત્ર 75 વર્ષ પછી એવ એવો સમય આવશે જેમાં બ્રિટનના ભાગલા પર ગંભીર ચર્ચા થતી હશે. નિયતિનો ન્યાય પણ એવો છે કે આ ભાગલાને રોકવાની કે પૂર્ણ કરવાની જવાબદારી એક ભારતીય મૂળના અને પાકિસ્તાની મૂળના નેતાના હાથમાં છે. 

બ્રિટનના વડા પ્રધાન ભારતીય મૂળના હિંદુ ઋષિ સુનક
ભારતની આઝાદીના 75 વર્ષ પછી બ્રિટનના વડા પ્રધાન ભારતીય મૂળના હિંદુ ઋષિ સુનક છે અને બ્રિટનથી અલગ થવાની માંગ કરી રહેલા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર પાકિસ્તાની મૂળના મુસ્લિમ હમઝા યુસુફ છે. હમઝા યુસુફ ગયા સોમવારે જ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર મંત્રી બન્યા છે. ફર્સ્ટ મિનિસ્ટર એટલે ત્યાંના વડા પ્રધાન, એટલે કે સ્કોટલેન્ડના સર્વોચ્ચ નેતા જેના હાથમાં તમામ કાયદાકીય અને કારોબારી સત્તાઓ છે. 

સ્કોટલેન્ડની બ્રિટન પાસેથી સ્વતંત્ર અસ્તિત્વની માંગ 
સ્કોટલેન્ડ વર્ષોથી બ્રિટન પાસેથી સ્વતંત્ર અસ્તિત્વની માંગ કરી રહ્યું છે એવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન હમઝા યુસુફે આ વર્ષો જૂના સ્કોટિશ બબલ અને ભાવનાઓને ઘણી હવા આપી હતી અને કહ્યું હતું કે જો તે ચૂંટણી જીતી જશે તો સ્કોટલેન્ડને બ્રિટનથી અલગ કરીને તેને સ્વતંત્ર દેશ બનાવવાની દિશામાં મજબૂત પગલાં લેશે. આ માટે હમઝા યુસુફના આ કોલને લોકોનું જોરદાર સમર્થન મળ્યું હતું. જો કે હવે એમને બ્રિટિશ પીએમ સાથે સ્કોટલેન્ડને બ્રિટનથી અલગ કરવાના તેમના એજન્ડા વિશે વાત કરીતો ઋષિ સુનકે તેમને આકરો જવાબ આપતા આવા કોઈપણ પ્રયાસને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. 

બ્રિટનની વર્ષ 1947ના ભાગલા જેવી જ ક્ષણ!
બ્રિટનની હાલની સ્થિતિને ભારતના ભાગલાના સમયગાળા સાથે સરખાવી ન શકાય પણ વર્ષ 2023નું આ બ્રિટન ભારતીયોને 1946-47ના સમયગાળાની યાદ અપાવે છે, એ સમયે જ્યારે બ્રિટન ભારતના ભાગલા માટે મધ્યસ્થી તરીકે બેઠું હતું. મુસ્લિમ લીગના નેતાઓ મોહમ્મદ અલી જિન્ના અને લિયાકત અલી ખાન પાકિસ્તાનને ભારતથી અલગ કરવા માટે મક્કમ હતા જ્યારે ગાંધી-નેહરુ અને પટેલ આવી કોઈપણ દરખાસ્તની વિરુદ્ધ હતા. આજે બ્રિટનમાં પણ કેટલાક દળો પોતાના માટે અલગ દેશની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાની મૂળના સ્કોટિશ સ્કોટલેન્ડને બ્રિટનથી અલગ કરવા માંગે છે જ્યારે ભારતીય મૂળના બ્રિટિશ પીએમ આ દેશને વિભાજિત ન થવા દેવા પર અડગ છે. નોંધનીય છે કે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે એક ટ્વિટમાં આ સ્થિતિની સરખામણી 1946-47 સાથે કરી છે.

શા માટે સ્કોટલેન્ડ બ્રિટનથી અલગ થવા માંગે છે? 
બ્રિટન યુરોપિયન ખંડના ઉત્તર-પશ્ચિમ કિનારે આવેલું છે. યુનાઇટેડ કિંગડમનું પૂરું નામ યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધન આઇલેન્ડ છે. તે ચાર પ્રાંતોથી બનેલો દેશ છે. આ દેશો ઈંગ્લેન્ડ, વેલ્સ, નોર્ધન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ છે. અગાઉ સધર્ન આયર્લેન્ડ પણ ગ્રેટ બ્રિટનનો એક ભાગ હતો પરંતુ 1922માં તે એક અલગ દેશ બની ગયો.  આ દેશો યુકેની સામાન્ય ઓળખ હેઠળ છે પણ દરેકની પોતાની ઓળખ અને ભાષાઓ છે. સમગ્ર યુનાઇટેડ કિંગડમની સત્તાવાર ભાષા અંગ્રેજી છે તો વેલ્સની સત્તાવાર ભાષા વેલ્શ છે અને સ્કોટલેન્ડમાં સ્કોટિશ બોલાય છે. 

સ્કોટલેન્ડ 1707 થી બ્રિટનનો ભાગ છે
સ્કોટલેન્ડ પહેલા એક સ્વતંત્ર દેશ હતો. 1603 માં વેલ્સ અને સ્કોટલેન્ડ ઈંગ્લેન્ડ સાથે મળીને એક નવો દેશ બનાવવા માટે સંમત થયા. 1707માં સ્કોટલેન્ડ ઈંગ્લેન્ડમાં જોડાયું અને આ નવા દેશનું નામ 'યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન' રાખવામાં આવ્યું.  ત્યારે વિશ્વમાં ઈંગ્લેન્ડનો ધ્વજ લહેરાતો હતો. આ જ કારણ હતું કે વર્ષ 1800માં આયર્લેન્ડ પણ તેમાં સામેલ થયું પરંતુ ત્યાંના લોકો તેનાથી ખુશ ન હતા. સ્કોટલેન્ડ 1707 થી બ્રિટનનો ભાગ છે. 1707માં સ્કોટલેન્ડના રાષ્ટ્રવાદીઓએ તેમના દેશની ઓળખને જોડીને બ્રિટન સાથે વિલીનીકરણનો વિરોધ કર્યો હતો પણ સ્કોટલેન્ડની સંસદમાં સંઘના સમર્થકો વધુ હતા જેથી આ જનવિરોધ વધુ ન ટકી શક્યો. 

સ્કોટલેન્ડની અલગ સંસદ પોતાની સરકાર પણ મર્યાદિત સત્તાઓ
1997માં સ્કોટલેન્ડ માટે અલગ સંસદની માંગણી માટે લોકમત યોજાયો હતો. સ્કોટલેન્ડને આમાં સફળતા મળી. સ્કોટલેન્ડે પોતાની સરકાર બનાવી પણ મહત્વના મુદ્દાઓ બ્રિટિશ સંસદ પાસે જ રહ્યા. અહીં મુખ્ય કાર્યકારીને વડા પ્રધાન તરીકે નહીં પણ ફર્સ્ટ મિનિસ્ટર તરીકે સંબોધિત કરવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Britain Rishi Sunak news United Kingdom rishi sunak scotland Rishi Sunak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ