બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / અજબ ગજબ / વિશ્વ / britain woman on sale due to husband mistake know about truth

અજીબોગરીબ / પતિએ ભૂલથી ઘરવાળીને વેચવા કાઢી, ખરીદવા માટે લોકોએ પડાપડી કરી

Pravin

Last Updated: 04:26 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો નાની નાની વસ્તુઓ પણ ઓનલાઈન ઓર્ડર કરીને ખરીદે છે. જો કે, ઘણી વાર ઓનલાઈન શોપિંગ દરમિયાન લોકોને ઘણુ નુકસાન વેઠવાનો પણ વારો આવે છે.

  • ઓનલાઈન શોપિંગનું સમગ્ર વિશ્વમાં ચલણ
  •  એક શખ્સે અજાણતા જ પોતાની પત્નીને વેચવા કાઢી
  • લોકોએ ખરીદવા માટે લાઈનો લગાવી

 

સમગ્ર દુનિયામાં ઓનલાઈન શોપિંગનું ચલણ વધી રહ્યું છે. લોકો નાની નાની વસ્તુઓ પણ ઓનલાઈન ઓર્ડર કરીને ખરીદે છે. જો કે, ઘણી વાર ઓનલાઈન શોપિંગ દરમિયાન લોકોને ઘણુ નુકસાન વેઠવાનો પણ વારો આવે છે. કેટલીય વાર ખોટી વસ્તુઓ પણ આવી જતી હોય છે, તો વળી ઘણી વાર કોઈ બીજી જ વસ્તુ આવી જતી હોય છે. પણ એક શખ્સે કંઈક એવું કર્યું છે, જેનાથી તેની પત્ની જ ઓનલાઈન સેલ પર લાગી હતી. આ વાત સાંભળીને આપને થોડી હેરાની તો થશે, પણ સાથે સાથે હસવું પણ આવશે. જો કે, આ વાત એકદમ સાચી છે. લોકોએ તો મહિલાને ખરીદવા માટે લાખો રૂપિયામાં બોલી પણ લગાવી હતી. તો આવો જાણીએ શું છે આ આખો કિસ્સો.

ઘરવાળીને ઓનલાઈન સેલ પર મુકી દીધી

આ અજીબોગરીબ ઘટના ઘટી છે ઈંગ્લેન્ડના સ્વિંડન ટાઉનમાં, જ્યાં એક કપલે પોતાના જૂનું બુક સેલ્ફ વેચવા માગતા હતા. કહેવાય છે કે, 34 વર્ષિય મૈટ બુક સેલ્ફને ઓનલાઈન વેચવા માગતો હતો. તેથી તેણે તેને તસ્વીરો લઈને શેર કરી. આ તસ્વીરમાં તેની પત્ની બુક સેલ્ફ સાથે પોઝ આપી રહી હતી. જેસે કેટલીય તસ્વીરો ક્લિક કરી અને તેને ઓનલાઈન સેલ પર લગાવી દીધી. જેમાંથી એક તસ્વીર એવી પણ હતી, જેમાં જેસ પોઝ આપતી દેખાય છે. ફેસબુક પર તસ્વીર શેર કરતા મૈટે લખ્યું કે, તે આને ડિલીવર પણ કરી શકે છે. આ પોસ્ટમાં લોકોએ ખૂબ રસ લીધો. મૈટને લાગ્યું કે, સાત-આઠ હજાર રૂપિયામાં તો આ વેચાઈ જ જશે. પણ લોકોએ તેના માટે ચાર સુધીની ઓફર આપી.

એક ભૂલના કારણે ન થવાનું થઈ ગયું

પહેલા તો મૈટને સમજમાં ન આવ્યું કે, આખરે લોકો આટલી કિંમત શા માટે લગાવી રહ્યા છે. પણ જ્યારે તેણે ધ્યાનથી જોયું તો, ખબર પડી કે, તેની ઘરવાળી જેસને ખરીદવા માટે લોકો બોલી લગાવી રહ્યા છે. પહેલા તો બંનેને ભારે ઝટકો લાગ્યો. પણ બાદમાં તેમણે પણ મજા લીધી. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. લોકોએ પણ ખૂબ મજા લીધી. જેસનું કહેવુ છે કે, તે હાલમાં સેલિબ્રિટી જેવું અનુભવી રહી છે. જો કે, અત્યાર સુધીમાં તેનું બુક સેલ્ફ વેચાયું નથી. તો વળી મેટની એક ભૂલના કારણે એવું થયું ગયું જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ