તમિલનાડુમાં બનેલી એક ઘટનામાં લગ્નમાં વરરાજાએ કોઈ કારણસર થપ્પડ મારી દેતા દુલ્હન ગુસ્સે ભરાઈ અને તેણે પિત્રાઈ ભાઈ સાથે લગ્ન કરી લીધા.
તમિલનાડુમાંથી સામે આવી હેરાનભરી ઘટના
રિસેપ્શનમાં દૂલ્હાએ દુલ્હનને મારી દીધી થપ્પડ
ગુસ્સે ભરાયેલી દુલ્હને ત જ ઘડીએ પિત્રાઈ સાથે કરી લીધા લગ્ન
લગ્નપ્રસંગમાં ક્યારેક ન બનવાનું બની જતી હોય છે ક્યારેક દુલ્હન તો ક્યારેક દુલ્હાની હરહકતને કારણે લગ્નની મજા બગડી જતી હોય છે. તમિલનાડુમાં પણ એક નાની અમથી વાતે દુલ્હારાજા ઉશ્કેરાઈ ગયા અને દુલ્હનને થપ્પડ મારી બેઠા બસ પછી પતી ગયું. ગુસ્સે ભરાયેલી દુલ્હને તે જ ક્ષણે છૂટાછેડાનો લઈ લીધો નિર્ણય અને વરરાજાને વીલા મોંઢે દુલ્હન વગર પાછા ફરવું પડ્યું.
દુલ્હાની આ હરકત પર દુલ્હન ગુસ્સે ભરાઈ, તે જ ક્ષણે છૂટાછેડા આપ્યા
આનાથી દુલ્હન એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે તે જ સમયે તે વ્યક્તિ સાથે બ્રેકઅપ કર્યું. વાસ્તવમાં વર-વધૂ સ્ટેજ પર હતા ત્યારે ત્યાં દુલ્હનનો એક ભાઈ આવ્યો અને તેમની સાથે ડાન્સ કર્યો. વરરાજા એટલો ગુસ્સે થયો કે તેણે એક સાથે બધાની સામે દુલ્હનને થપ્પડ મારી. આ ઘટના કુડ્ડાલોર જિલ્લાના પન્રુતીમાં બની હતી. એટલું જ નહીં વર સાથે બ્રેકઅપ થતાં જ ત્યાં આવેલા બીજા કોઈ સાથે દુલ્હને પણ લગ્ન કર્યા હતા.
વરરાજાએ સ્ટેજ પર બધાની હાજરીમાં દુલ્હનને મારી થપ્પડ
દુલ્હનના પરિવારે જણાવ્યું હતું કે વરરાજાએ બધાની સામે સ્ટેજ પર દુલ્હનને થપ્પડ મારી હતી. અને તે તમાચો પણ એકદમ મજબૂત હતો. આનાથી દુલ્હન પણ ગુસ્સે થઈ અને તેણે નક્કી કર્યું કે તે હવે તે માણસ સાથે લગ્ન નહીં કરે. પછી દુલ્હનને એક માણસ ગમ્યો જે લગ્નમાં આવ્યો અને નિયત મુર્હુત પર લગ્ન કર્યા. પરંતુ તેઓએ લગ્નનું સ્થળ બદલીને લગ્ન કરી લીધા હતા.કન્યાના નિર્ણયને તેના પરિવારે સ્વીકાર્યો હતો અને લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
વરરાજાને વીલા મોંઢે દુલ્હન વગર પરત આવવું પડ્યું
આ ઘટના બાદ દૂલ્હને લગ્નમાં આવેલા તેના પિત્રાઈ સાથે ઘડીયા લગ્ન કરી લીધા અને વરરાજાને તેની હરકતનો ભોગ બનવુ પડ્યું. વરરાજાને દુલ્હન વગર ઘેર પાછા ફરવું પડ્યું હતું. આ ઘટનાની ગામ આખામાં ભારે ચર્ચા જાગી છે.