બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / BRICS 2021 / Under India's chairmanship, the five countries will work together to curb counter-terrorism activities.

બેઠક / ભારતની અધ્યક્ષતા હેઠળ આ પાંચ દેશો આંતકવાદ વિરોધી કૃત્યોને ડામવા પરસ્પર સહયોગ કરશે

ParthB

Last Updated: 12:21 PM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી 9 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ 13માં બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે.

  • BRICS શિખર સંમેલન પહેલા શેરપાઓએ તૈયારીઓની સમીક્ષા કરી 
  • PM મોદી બીજી વખત બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે
  • સંમેલનમાં અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી સંભાવના 

બ્રિક્સ સમિટની તૈયારીઓની સમીક્ષા કરાઈ 

વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, ભારતની અધ્યક્ષતામાં 7 સપ્ટેમ્બરે ત્રીજી બ્રિક્સ શેરપા અને સોસ શેરપાસ બેઠક બોલાવવામાં આવી હતી.જેની અધ્યક્ષતા ભારતના બ્રિક્સ શેરપા સંજય ભટ્ટાચાર્યએ કરી હતી. બ્રિક્સ શેરપાઓએ 13 મી બ્રિક્સ સમિટની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

વર્ષ દરમિયાન થયેલા કામની વિગતો રજૂ કરાશે

પીએમઓના જણાવ્યા અનુસાર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નવા વિકાસ બેંકના પ્રમુખ માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના કાર્યકારી  પ્રમુખ ઓંકાર કંવર અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સના કાર્યકારી અધ્યક્ષ ડો.સંગીતા રેડ્ડી આ પ્રસંગે સમિટમાં હાજર તમામ દેશોના પ્રમુખોની સમક્ષ પોતાની જવાબદારીઓ હેઠળ વર્ષ દરમિયાન થયેલા કામની વિગતો રજૂ કરશે.

ફાઈલ તસવીર

આ વખતની થીમ સ્થિરતા,એકતા અને સર્વસંમતિ માટેના સહકારની છે

આ વખતે સમિટની થીમ સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે ઇન્ટ્રા-બ્રિક્સ સહયોગની છે. ભારતે તેની અધ્યક્ષતા માટે ચાર પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોની રૂપરેખા આપી હતી. જેમાં બહુપક્ષીય પ્રણાલીમાં સુધારો, આતંકવાદ વિરોધી કૃત્યોને ડામવા, વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ડિજિટલ અને ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગના આદાનપ્રદાનમાં વધારાનો સમાવેશ થાય છે. આ વિસ્તારો ઉપરાંત, નેતાઓ કોવિડ-19 રોગચાળાની અસર અને અન્ય વર્તમાન વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કરશે.

સંમેલનમાં અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રિત કરાય તેવી સંભાવના 

બ્રિક્સ સંમેલનમાં મંગળવારે પાંચ દેશોના જૂથની વાર્ષિક સમિટની તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટની અધ્યક્ષતા કરશે અને આ બેઠકમાં અફઘાનિસ્તાનના તાજેતરના વિકાસ પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે.

સંમેલનમાં વિશ્વના 5 મોટા દેશોના પ્રમુખો ઉપસ્થિત રહેશે 

બ્રિક્સ વિશ્વના 5 સૌથી મોટા વિકાસશીલ દેશોને એકસાથે લાવે છે, જે વૈશ્વિક વસ્તીના 41 ટકા, વૈશ્વિક જીડીપીના 24 ટકા અને વૈશ્વિક વેપારના 16 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2021માં ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે.જેમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ