વરૂણ ધવનની ફિલ્મ ભેડિયા અને અજય દેવગણની દ્રશ્યમ 2 બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. તો હાલમાં એન એક્શન હીરો પણ રીલીઝ થઇ છે. પરંતુ એન એક્શન હીરો બૉક્સ ઑફિસ પર કોઈ પ્રદર્શન કરી શકી નથી.
16મા દિવસે પણ અજય દેવગણની દ્રશ્યમ 2નો જાદુ યથાવત
16મા દિવસે પણ ફિલ્મે સારી કમાણી કરી
ભેડિયા ફિલ્મની સ્ટોરીનો પ્રશંસકો પર કોઈ જાદુ ચાલ્યો નહીં
દ્રશ્યમ 2નો જલવો 16મા દિવસે પણ યથાવત
વરૂણ ધવન અને કૃતિ સેનનની ભેડિયા 25 નવેમ્બરે રીલીઝ થઇ છે. લોકોને આ ફિલ્મનો વીએફએક્સ ખૂબ પસંદ આવ્યો. પરંતુ આ ફિલ્મની સ્ટોરીથી પ્રશંસકો નિરાશ થયા છે. ફિલ્મમાં વરૂણે ભાસ્કર શર્માનુ પાત્ર નિભાવ્યું છે, જે એક કોન્ટ્રાક્ટર છે. તો દ્રશ્યમ 2નો જલવો 16મા દિવસે પણ યથાવત છે.
દ્રશ્યમ 2એ 16મા દિવસે સારી કમાણી કરી
અજય દેવગણની આ ફિલ્મને રીલીઝ થયાને 16 દિવસ પૂરા થયા છે. ઉલ્લેખનીય છે કે 16મા દિવસે પણ ફિલ્મે સારી કમાણી કરી છે. પ્રારંભિક આંકડા મુજબ, દ્રશ્યમ 2એ 16મા દિવસે આઠ કરોડ રૂપિયાનુ કલેક્શન કર્યુ છે. આ ફિલ્મની કુલ કમાણી 175.93 કરોડ રૂપિયા થઇ છે. આ ફિલ્મે હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ એન એક્શન હીરો અને ભેડિયાને પણ પાછળ કરી દીધી છે. તો ભેડિયાને પણ રીલીઝ થયાને હજી એક અઠવાડિયુ થયુ છે. આ ફિલ્મે અત્યાર સુધી કુલ બિઝનેસ હવે 39.60 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
ભેડિયાનુ અત્યાર સુધીનુ બૉક્સ ઑફિસ કલેક્શન
પહેલો દિવસ શુક્રવાર (25 નવેમ્બર 2022)- 6.75 કરોડ રૂપિયા
બીજો દિવસ શનિવાર (26 નવેમ્બર 2022)- 9.25 કરોડ રૂપિયા
ત્રીજો દિવસ રવિવાર (27 નવેમ્બર 2022)- 10.25 કરોડ રૂપિયા
ચોથો દિવસ સોમવાર (28 નવેમ્બર 2022)- 3.25 કરોડ રૂપિયા
પાંચમો દિવસ મંગળવાર (29 નવેમ્બર 2022)- 3.25 કરોડ રૂપિયા
છઠ્ઠો દિવસ બુધવાર (30 નવેમ્બર 2022)- 2.60 કરોડ રૂપિયા
સાતમો દિવસ ગુરૂવાર (1 ડિસેમ્બર 2022)- 2.25 કરોડ રૂપિયા
આઠમો દિવસ શુક્રવાર (2 ડિસેમ્બર 2022)- 1.75 કરોડ રૂપિયા
કુલ કમાણી- 39.60 કરોડ રૂપિયા