બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood aditya roy kapur and ananya panday wedding familys approv

ગોઠવાઈ ગયા છે ભાઈ..? / ડેટિંગની ખબર વચ્ચે બૉલીવુડના ફેમસ કપલને ઘરવાળા તરફથી મળી લીલીઝંડી, શરણાઈના સૂરની રાહ

Bijal Vyas

Last Updated: 09:48 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના લવ અફેરની ચર્ચા ઘણા સમયથી બોલિવૂડમાં થઈ રહી છે, ટૂંક સમયમાં જ જાહેર કરી શકે છે એકબીજા માટેનો પ્રેમ...

  • આદિત્ય પહેલા શ્રદ્ધા કપૂરને કરી ચુક્યો છે ડેટ 
  • આદિત્ય-અનન્યા ટૂંક સમયમાં તેમના સંબંધોને લઈને એક પગલું આગળ વધારવા માંગે છે

છેલ્લા કેટલાક સમયથી આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં તેમની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. તેવી વાત પણ જાણવા મળી છે કે તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દરમિયાન, આ રુમર્સ કપલ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ફેન્સ તો બંનેના લગ્નની વાતો પણ કરી રહ્યા છે. જેથી આ બંને હાલના દિવસોમાં ફરી લાઈમલાઈટમાં છે.

એક્ટ્રેસ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના લવ અફેરની ચર્ચા ઘણા સમયથી બોલિવૂડમાં થઈ રહી છે. ભૂતકાળમાં બંનેને એકસાથે રેમ્પ વોક કરતા પણ જોવામાં આવ્યા હતા, ત્યારપછી એવા અહેવાલો આવવા લાગ્યા હતા કે, આદિત્ય અને અનન્યા આ રીતે પોતાના સંબંધોને જાહેર કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, હવે બંનેમાંથી કોઈએ પણ આ સંબંધને હજી સુધી પ્રતિક્રિયા આપી નથી. પરંતુ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે. હવે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેના પરિવારજનોએ પણ આ સંબંધને લીલી ઝંડી આપી દીધી છે.

અનન્યાની પહેલી આ એક્ટ્રેસ સાથે જોડાઇ ચુક્યુ છે આદિત્યનું નામ 
આદિત્ય રોય કપૂર હાલના દિવસોમાં અનન્યા પાંડે સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હોય, પરંતુ આ પહેલા પણ તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. આ પહેલા આદિત્ય રોય કપૂરનું નામ તેની હિટ ફિલ્મ આશિકી 2ની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. આ ફિલ્મ પછી તેમના અફેરની ખૂબ ચર્ચા થઇ હતી. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે આખરે ડેટ કરી રહ્યાં છે. આ ઉપરાંત ફેન્સે બંનેને ઘણી વખત સાથે સ્પોટ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો પ્રેમ એક પાર્ટીથી શરૂ થયો હતો. આદિત્યએ ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને એક હિંટ પણ આપી છે કે, તે અનન્યા પાંડે સાથે રિલેશનશિપમાં છે.

આ રીતે થયો ખુલાસો 
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,"અનન્યા અને આદિત્ય એકબીજા પ્રત્યે ખૂબ જ ગંભીર છે. બંનેના પરિવારજનોએ પણ તેમના સંબંધોને લીલી ઝંડી આપી દીધી છે. આદિત્ય-અનન્યા ટૂંક સમયમાં તેમના સંબંધોને લઈને એક પગલું આગળ વધારવા માંગે છે. જે અંગે ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, બંને જલ્દી લગ્ન કરી શકે છે. જો કે હજી તેમને ઉતાવળ નથી અને બંને એકબીજાને સમય આપવા માંગે છે. આ બંને જલ્દી જ સાથે વેકેશન પર જઈ શકે છે. અનન્યા અને આદિત્ય આ સંબંધને થોડો વધુ સમય આપવા માંગે છે. આવનારા સમયમાં જલ્દી જ બંને પોતાના પ્રેમને જાહેર કરી શકે છે.

આદિત્યની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તે, છેલ્લે ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ 'ધ નાઈટ મેનેજર'માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં આદિત્ય રોય કપૂર સાથે અનિલ કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે તેની આગામી ફિલ્મ 'ગુમરાહ'માં જોવા મળશે. બીજી તરફ અનન્યા પાંડે ટૂંક સમયમાં ડ્રીમ ગર્લ 2 માં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ