બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Body of woman found tied to tree in Kodinar and in Dhuwav village

ખળભળાટ / કોડીનારમાં બાવળના ઝાડ સાથે બાંધેલી હાલતમાં અને ધુવાવ ગામે શંકાસ્પદ હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ

Kishor

Last Updated: 05:45 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના ધુવાવ ગામેથી અને ગીરસોમનાથના કોડીનારમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

  • જામનગરના ધુવાવ ગામેથી મહિલાનો મૃતદેહ મળ્યો  
  • મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું અનુમાન
  • કોડીનારમાંથી બાવળના ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળ્યો મૃતદેહ  

જામનગર જિલ્લાના ધુવાવ ગામેથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર  મચી જવા પામી છે.  ધુવાવ ગામે આવેલા ધિંગેશ્વર મહાદેવના મંદિર પાસેથી નિર્વસ્ત્ર હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં ધુવાવ ગામે રહેતી માનસિક અસ્થિર મહિલાનો મૃતદેહ હોવાની વિગતો સામે આવી રહી છે.  બીજી તરફ મહિલા સાથે દુષ્કર્મ આચરી અને ત્યારબાદ તેણીને મોતને  ઘાટ ઉતારી દેવામાં  આવી હોવાનું ગ્રામજનો દ્વારા અનુમાન લગાવવામાં  આવી રહ્યું છે.   

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી
આ ઘટનાને લઇને પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે. તથા પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકના PSI આર. એલ. ઑડેદરા સહીતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે. 


ગીરસોમનાથના કોડીનારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
આ ઉપરાંત ગીરસોમનાથ જિલ્લાના કોડીનારમાંથી પણ શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.  કોડીનાર પંથકની સીંગોડા નદી પરના બ્રિજ પાસે બાવળના ઝાડ સાથે બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ સાંપડ્યો હતો. જે મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આથી પોલીસે દોડી જઈ મૃતદેહનો  કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મોતનું કારણ જાણવા પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ