દીવના દરિયે જઈ રહ્યા છો તો રહો સાવધાન, છે મોટું જોખમ, VTV ટીમનો ખુલાસો

By : vishal 04:53 PM, 16 May 2018 | Updated : 05:01 PM, 16 May 2018
ગુજરાતીઓ માટે દીવ હોટ ફેવરિટ છે. જેના કારણે ગુજરાતના લોકો ઉનાળામાં મોજ કરવા માટે દીવમાં ફરવા જાય છે. શુ તમે પણ દીવમાં ફરવા માટે જાઓ છો? તો તેમ પણ ચેતી જજો. દીવમાં ફરવુ તે જોખમથી ઓછુ નથી.

દીવના દરિયામાં હોડીઓ જીવના જોખમે ચાલી રહી છે. કેવી રીતે આ  હોડીઓ તમારા માટે છે જોખમ રૂપ છે, અને તમે દરિયામાં બોટિંગ કરો તો શુ ધ્યાન રાખવુ, તે જાણવા એક નજર કરો આ અહેવાલ પર.

ગરમીના સમયે ગુજરાતના લોકો કેદ્રશાસિત પ્રદેશ દીવમાં ફરવા જતા હોય છે, અને દીવના દરીયામાં ખુબ જ મોજ કરતા હોય  છે. દીવના દરીયામાં લોકો બોટીંગની મજા માણતા હોય છે, પણ બોટમાં મુસાફરી કરવી જોખમરૂપ છે. દીવ પ્રસાસન દ્વારા સુરક્ષા અને સલામતીના દાવા કરવામાં આવે છે, પરંતુ હવે તેમના આ દાવા ખોખલા હોય તેવુ લાગી રહ્યુ છે.દિવ જેટીથી પાણીકોઠા સુધી સહેલાણીઓને લઈ અને પરત લાવતી બોટમાં કોઈ પણ નિયમોનુ પાલન કરવામાં આવતુ નથી. આ દરિયામાં લોકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડવામાં આવે છે. આ દરિયામાં બનાવવામાં આવેલી નાની સીડી વાઈબ્રેટ થતી હોય છે જેના કારણે સહેલાણીઓમાં બીક પણ જોવા મળે છે. 

VTVની ટીમે દરીયામાં મુસાફરી કરી હતી. VTVની ટીમે પોર્ટના કર્મચારી પાસેથી લાઈફ જેકેટ લઈને બોટમા પ્રવેશ કર્યો હતો. આ ટીમ પાસે કેમેરો જોઈને પોર્ટના કર્મચારીઓએ સહેલાણીઓને લાઈફ જેકેટ આપ્યા હતા. 

આ દરમિયાન VTVની ટીમે કર્મચારી પાસે લાઈફ જેકેટ મામલે સવાલ કરતા પુછયુ કે, બોર્ટમાં સહેલાણીઓને લાઈફ જેકેટ કેમ આપવામા આવતા નથી? ત્યારે કર્મચારીએ બચાવ કર્યો હતો અને કહ્યુ કે, બોટના કર્મચારીઓ દ્વારા લાઈફ જેકેટ આપવામા આવે છે પરંતુ સહેલાણીઓ જેકેટ પહેરતા નથી.   

આ બોટમાં સવારી કરવી તે જોખમથી ઓછી નથી. આ દરિયામાં ઘણા સમયથી બોટો ચાલે છે અને પ્રવાસી વિભાગના કર્મચારીઓ પણ અત્યાર સુધી પગલા લેતા નથી. જેનાથી ઘણા સવાલો ઉભા થયા છે. અહેવાલ બાદ હવે પ્રવાસન વિભાગ દ્વારા દરિયામાં ચલાવવામા આવતી બોટોના માલિકો પર શુ પગલા લેવામાં આવશે. તે હવે આગામી દિવસોમાં જોવાનુ રહેશે. Recent Story

Popular Story