શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો મોબાઈલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો કોઈ તમારા Paytm એપનો દુરુપયોગ કરી શકે છે.
ફોન ચોરી થવા પર કોઈ તમારા Paytm એપનો દુરુપયોગ કરી શકે?
પેટીએમ (Paytm) એકાઉન્ટ બ્લોક કરવાની રીત
કૉલ પર કોઈની સાથે વાત કરવી હોય કે કોઈને પૈસા મોકલવા હોય, મનોરંજન કરવું હોય કે કોઈ બેંકનું કામ કરવું હોય અથવા સોશિયલ મીડિયા પર સમય પસાર કરવો હોય, વગેરે જેવા ઘણા કામ કરવા માટે આપણને મોબાઇલ ફોનની જરૂર છે. મોબાઇલના આગમન સાથે હવે વસ્તુઓ પહેલા કરતા ઘણી ઝડપથી થાય છે. આપણએ બધા જાણીએ છીએ કે મોબાઈલ દ્વારા પણ લોકો બેંકમાં ગયા વગર એકબીજાને પૈસા મોકલી શકે છે.
હવે લોકો UPI દ્વારા ક્યાંક પણ ચૂકવણી કરી શકે છે. આ માટે લોકો વિવિધ પ્રકારની UPI પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરે છે, જેમ કે Paytm. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો મોબાઈલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો કોઈ તમારા Paytm એપનો દુરુપયોગ કરી શકે છે. ભલે Paytm વાપરવા માટે UPI પિનની જરૂર પડે છે એમ છતાં ઠગકારો ગમે એ રીતે દુરુપયોગ કરી શકે છે. જો કે તમારે સાથે ક્યારેય આવું થાય તો ચિંતાની જરૂર નથી. આવી સ્થિતિમાં તમે તમારું Paytm એકાઉન્ટ બ્લોક કરી શકો છો. કેવી રીતે ચાલો જાણીએ..
પેટીએમ (Paytm) એકાઉન્ટ બ્લોક કરવાની રીત -
સ્ટેપ 1
જો તમારો મોબાઈલ ચોરાઈ ગયો છે અને એ સ્થિતિમાં તમે તમારું Paytm એકાઉન્ટ બ્લોક કરવા માંગો છો, તો એ માટે સૌથી પહેલા તમારે બીજા મોબાઈલમાં Paytm એપ ઈન્સ્ટોલ કરવી પડશે.
સ્ટેપ 2
આ પછી જૂના એકાઉન્ટનો યુઝર આઈડી, પાસવર્ડ અને મોબાઇલ નંબર દાખલ કરીને ઇન્સ્ટોલ કરેલ પેટીએમમાં લોગિન કરો અને લૉગ ઇન થતાં જ 'હેમબર્ગર મેનૂ' પર જઈને 'સિક્યોરિટી એન્ડ પ્રાઈવસી' સેકશનમાં જાઓ.
સ્ટેપ 3
એ બાદ તમને મેનેજ એકાઉન્ટ ઇન ઓલ ડિવાઇસનો વિકલ્પ મળશે અને પૂછવામાં આવશે કે શું તમે એકાઉન્ટમાંથી લોગ આઉટ કરવા માંગો છો, આ કિસ્સામાં તમારે હા પર ક્લિક કરવાનું રહેશે
આ સ્ટેપથી પેટીએમ એકાઉન્ટ તમારા ચોરાયેલા મોબાઈલમાંથી ડીએક્ટીવેટ થઈ જશે.
જો તમને આ પ્રોસેસ કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે Paytmના હેલ્પલાઈન નંબર 0120-4456456 પર કૉલ કરી શકો છો.