બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / blackmail by woman for car lift in surat honey trap

ક્રાઇમ / મારો દીકરો બીમાર છે... કહીને લિફ્ટ માંગતા લોકોથી સાવધાન: મહિલાએ લાખો રૂપિયા પડાવ્યા

Dhruv

Last Updated: 04:18 PM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મારો દીકરો બીમાર છે કહીને લિફ્ટ માંગી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી હનીટ્રેપ કરનાર ગેંગનો સુરત પોલીસે કર્યો પર્દાફાશ.

  • સુરત પોલીસે હનીટ્રેપ કરતી ગેંગની કરી ધરપકડ
  • મહિલા સહિત 4 આરોપીઓની કરી ધરપકડ
  • લિફ્ટ માંગી કાર ચાલકને ફસાવી રૂ. 20 લાખ માંગ્યા

આપણે આમ તો સામાન્ય રીતે દરેકને મદદ કરવાની જ ભાવના રાખતા હોઇએ છીએ. પરંતુ ક્યારેક આપણે કરેલી મદદ આપણી માટે આફતરૂપ બની જતી હોય છે. કંઇક આવું જ સુરતમાં બન્યું છે. જો તમને રસ્તામાં મારો દીકરી બીમાર છે કહીને લિફ્ટ માંગે તો સાવધાન થઇ જજો. કારણ કે સુરતમાં આવી જ એક ગેંગ સક્રિય થઇ છે. જે હનીટ્રેપ દ્વારા લોકોને ફસાવે છે. સુરત પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

લિફ્ટ માંગીને આ ચારેય આરોપીઓએ કાર ચાલકને ફસાવ્યો

આ આરોપીઓએ કાર ચાલક પાસે મારી દીકરો બીમાર છે કહીને લિફ્ટ માંગી હતી. બાદમાં લિફ્ટ માંગીને આ ચારેય આરોપીઓએ કાર ચાલકને ફસાવ્યો હતો. આરોપીઓએ લિફ્ટ માંગ્યા બાદ કાર ચાલકનું અપહરણ કરી લીધું હતું. બાદમાં અપહરણ કરીને રૂપિયા 20 લાખની માંગણી કરી. આથી, 20 લાખની સામે ફરિયાદીએ રૂપિયા 5 લાખમાં પતાવટ કરી દીધી.

જાણો શું છે સમગ્ર ઘટના?

શહેરમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક રાહદારીએ કાર ચાલક પાસે લિફ્ટ માંગીને તેને ફસાવી દીધો. લિફ્ટ આપતા રાહદારીએ ચપ્પુ બતાવીને તેની સાથે આવેલી મહિલા સાથે કારચાલકના ફોટા પાડી દીધા હતા. જે બાદમાં વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા 20 લાખની માંગણી કરી. જોકે, બાદમાં ગભરાયેલા કાર ચાલકે રૂપિયા 5 લાખમાં સમગ્ર મામલાને પતાવી દીધો. હાલમાં સુરત પોલીસે આ ગેંગ અને તેના કરતૂતોને લોકો સમક્ષ લાવી રહી છે. સુરત પોલીસે બાતમીના આધારે અડાજણ પોસ્ટમાં નોંધાયેલ હનીટ્રેપના ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં લાલજી શિવરાજ લખધીરભાઇ, અલ્પેશકુમાર ઉર્ફે જીજુ પટેલ લલિત ચૌહાણ અને રૂકિયાબેન ફાતિમાબેન વોહરાની ધરપકડ કરીને તેઓને જેલમાં ધકેલી દેવાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ