BJP's Sneh Milan program in Bhavnagar, BJP worker playing Ludo game video goes viral
ગેરશિસ્ત /
ભારે કરી! CMના કાર્યક્રમમાં લૂડો ગેમ રમતા જોવા મળ્યા ભાજપના કાર્યકરો, VIDEO વાયરલ
Team VTV11:00 PM, 18 Nov 21
| Updated: 11:05 PM, 18 Nov 21
શિસ્તબદ્ધ પાર્ટીમાં નામની શિસ્ત, કોઈ ગેમ રમી રહ્યું છે તો કોઈ ભોજનની માટે દીવાલો કૂદી રહ્યું છે
ભાવનગરમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ
CMના પ્રવચન કરતા કાર્યકર્તાઓને ગેમમાં રસ લાગ્યો
ભોજનની ઉતાવળમાં પાર્ટી પ્લોટની દીવાલ કુદતા લોકો નજરે પડ્યા
ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી હોવાની વાત દરેક નેતાઓ કહી રહ્યા છે. પણ ભાવનગરના સ્નેહમિલન કાર્યક્રમમાં જે થયું તે જોઈને કહેશો કે શિસ્ત ક્યાં? એક તરફ CMના ભાષણ દરમિયાન કાર્યકર્તાઓ લુડો ગેમ રમી રહ્યા છે. તો બીજી તરફ સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાખવામાં આવેલી ભોજન વ્યવસ્થામાં પડાપડી થઇ રહી છે
ગેમ રમતા જોવા મળ્યા કાર્યકરો
ભાવનગરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરો ગેમ રમતા જોવા મળ્યા હતા. CMના ભાષણ ચાલી રહ્યું હતું તે વખતે અમુક કાર્યકર્તા ટાઇમપાસ કરી ગેમ રહી રહ્યા હતા. પ્રવચન કરતાં ટોળે વળી મોબાઇલમાં લુડો રમાવામાં આ કાર્યકર્તાઓને વધુ રસ હતો. મહત્વની વાત એ છે કે કાર્યકર્તાઓની સાથે પૂર્વ કોર્પોરેટર પણ ગેમ રમતા જોવા મળ્યા. વીડિયો વાયરલ થતાં ભાવનગર ભાજપમાં શોપો પડયો છે.
ભોજનની ઉતાવળમાં પડાપડી
બીજો વીડિયો ભાવનગરથી જ વાયરલ થયો છે જ્યાં સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાખવામાં આવેલા ભોજન સમારંભમાં ભીડે ભારે કરી હતી. કાર્યકર્તાઓની ભીડે પાર્ટી પ્લોટમાં ભોજન માટે પડાપડી કરતાં સ્નેહમિલન કાર્યક્રમમાં વ્યવસ્થા પડી ભાંગી હતી. પક્ષના કાર્યકરો સહિત કાર્યક્રમમાં હાજર કેટલાક લોકોએ ભોજન લેવા માટે દીવાલ કુદી ગયા હતા. ભોજનની ઉતાવળમાં પાર્ટી પ્લોટની દીવાલ કુદતા લોકોનો પણ વીડિયો વાયરલ થતાં ભાવનગર ભાજપની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.