બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP's 'Gaurav Yatra' will begin in Gujarat from today

પ્રચાર અભિયાન / જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે, મતદારોને આકર્ષવા આજથી પાંચ તબક્કામાં શરૂ થશે ભાજપની 'ગૌરવ યાત્રા'

Dhruv

Last Updated: 08:31 AM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી ગુજરાતમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. જેની શુભ શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બહુચરાજીથી કરાવશે.

  • રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે
  • બહુચરાજીથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો કરાવશે પ્રારંભ
  • 9 દિવસ ચાલનારી યાત્રામાં 9 વિધાનસભામાં યોજાશે જાહેરસભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એવામાં આજથી ગુજરાતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બહુચરાજીથી યાત્રાનો પ્રારંભ કરાવશે.

યાત્રામાં ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ પણ સામેલ થશે

મહત્વનું છે કે, ભાજપે ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોને ખૂંદી વળવા માટેનું આયોજન કરી દીધું છે. ત્યારે ગુજરાતમાં આજથી ભાજપની ગુજરાતની ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બહુચરાજીથી માતાનાં મઢ સુધી ગૌરવ યાત્રા નીકાળશે. આ યાત્રામાં ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ પણ સામેલ થશે. 9 દિવસ ચાલનારી આ યાત્રામાં 9 વિધાનસભામાં જાહેરસભા યોજાશે.

અલગ-અલગ પાંચ યાત્રાઓ યોજી ભાજપ પ્રચાર કરશે

પાર્ટીના નેતાઓના કહેવા મુજબ, પ્રથમ બે યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી જશે. આ બંને યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના જંજરકાથી નીકળીને સોમનાથ સુધી જશે. જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લા સુધી જશે. જ્યારે પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી સુધી જશે.

તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરના ભૂતકાળમાં અનેક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓએ ગુજરાતમાં કરોડોના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે પક્ષ આ પ્રવાસ દરમ્યાન 5,000 કિમીથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ