બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP's focus is to achieve the highest success in Gujarat in 2022

મંત્રીમંડળ શપથવિધિ: / પક્ષમાં હવે બિનજરૂરી કકળાટ કે નારાજગી નહીં ચાલે, ભાજપ હાઈકમાન્ડનો એક જ મંત્ર પર્ફોર્મન્સ આપો

Kiran

Last Updated: 03:37 PM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપનું મિશન 2022માં ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો મેળવી સર્વોચ્ચ સફળતા હાંસલ કરવાનું, ભાજપ હાઈકમાન્ડનો એક જ મંત્ર પર્ફોર્મન્સ આપો

  • હવે ભાજપ હાઈકમાન્ડનો એક જ મંત્ર પર્ફોર્મન્સ આપો
  • પક્ષમાં હવે બિનજરૂરી કકળાટ કે નારાજગી નહીં ચાલે
  • માત્ર વરિષ્ઠતા નહીં પરંતુ કાર્યદક્ષતા પણ જરૂરી બનશે

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની ટીમ જાહેર થઈ ગઈ છે, આજે ગાંધીનરર રાજભવન ખાતે શપથ સમારોહ યોજાયો જેમાં નો રિપીટ થિયરી સાથે નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમને આજે સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે, જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાંઆવશે. ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે તેમજ 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. 



 

પક્ષમાં હવે બિનજરૂરી કકળાટ કે નારાજગી નહીં ચાલે

ગુજરાતમાં હવે નવા મુખ્યમંત્રીએ નવા મંત્રીઓ સાથે જ પદ ભાર સંભાળી લીધો છે ત્યારે હવે ભાજપ હવે પક્ષ નવા ચહેરાઓ સાથે આગળ વધવા માંગે છે મહત્વનું છે ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ભાજપનું ધ્યાન હવે ગુજરાતમાં 2022માં સર્વોચ્ચ સફળતા હાંસલ કરવાનું છે જેને લઈ ભાજપે એક તીર દો નિશાન સાંધ્યું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે કોરોનાકાળ ઉપરાંત અન્ય વહીવટી નિષ્ફળતાઓ સામે ડેમેજ કંટ્રોલની ભાજપની આ કવાયત મનાઈ રહી છે તો બીજી તરફ ભાજપનો સ્પષ્ટ સંકેત આપવા માંગે છે કે પક્ષથી ઉપર કોઈ નથી, ભાજપ ગુજરાતના માધ્યમથી ભાજપ રાષ્ટ્રીય સ્તરે પણ મેસેજ પહોંચાડવા માંગે છે જેથી અન્ય ભાજપ શાસિત રાજ્યોને પણ ગુજરાતના માધ્યમથી સ્પષ્ટ મેસેજ મળે કે હવે ભાજપ હાઈકમાન્ડનો એક જ મંત્ર છે પર્ફોર્મન્સ આપો. 

 

May be an image of 5 people and people standing


 

માત્ર વરિષ્ઠતા નહીં પરંતુ કાર્યદક્ષતા પણ જરૂરી બનશે

ઉલ્લેખનિય છે કે ગુજરાત સહિત અનેક રાજ્યમાં મુખ્યમંત્રી બદલી દેવામાં આવ્યા છે ત્યારે  પક્ષમાં હવે બિનજરૂરી કકળાટ કે નારાજગી નહીં ચાલે તેમજ કાર્યદક્ષતા પર વધુ જરૂરી બનશે અહીં કહી શકાય કે ભાજપ 2022માં વિધાનસભાની તમામ 182 બેઠકો પર વિજય મેળવવા માંગે છે આ પરિવર્તન થકી ભાજપ 2024નો રસ્તો પણ તૈયાર કરી રહી છે જેમાં ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણ સાંધી ભાજપ કોઈ એક જ જ્ઞાતિના મત ઉપર આધારિક રહેવા માંગતું નથી, આમ ભાજપ હવે સર્વ સમાવેશકની છાપને વધુ મજબૂત કરવા માંગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ