BJPs big decision after the municipal elections of gujarat
રાજનીતિ /
મનપાની ચૂંટણી બાદ ભાજપે એવો નિર્ણય કર્યો કે રાજકારણમાં ફેલાયો ગરમાવો
Team VTV11:53 AM, 22 Feb 21
| Updated: 07:49 AM, 23 Feb 21
ગઇકાલે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હવે પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી કરી છે.
કચ્છમાં રાજકારણ ગરમાયું
ભાજપ સંગઠને કાર્યકરો સામે કરી કાર્યવાહી
પક્ષવિરોધી પ્રવૃતિ બદલ 38 કાર્યકર સસ્પેન્ડ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ભાજપ સંગઠને કચ્છમાંથી 38 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. તો આ તરફ છોટા ઉદેપુરમાં પણ ભાજપે આકરી કાર્યવાહી કરીને 15 કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
પક્ષ વિરૂદ્ધ કામગીરી કરતા કાર્યકરો સામે કાર્યવાહી
ચૂંટણી બાદ પાર્ટીના આ એક્શન મોડથી રાજકીય માહોલ ગરમાયો છે. જણાવી દઇએ કે, ભાજપના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરી હતી. આ સાથે અન્ય કેટલાક કાર્યકરોએ પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી હોવોના પણ અહેવાલો પ્રાપ્ત થતાં જ પાર્ટીએ આવા કાર્યકર્તાઓ સામે લાલ આંખ કરી હતી અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.
ગુજરાતની 6 મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મનપાની 575 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ 41.75 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સૌથી ઓછું 38.73% મતદાન અને જામનગરમાં સૌથી વધુ 49.64% મતદાન નોંધાયું છે. તો રાજકોટ 45.74%, સુરત 42.72%, વડોદરા 42.82%, ભાવનગરમાં 43.66% મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જોકે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. તમામ 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયા છે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.