Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાજસ્થાનમાં કોંગ્રેસનું રાજ! જંગી વલણો સાથે મેળવી શકે છે સ્પષ્ટ બહુમતિ

રાજસ્થાનમાં કોંગ્રેસનું રાજ! જંગી વલણો સાથે મેળવી શકે છે સ્પષ્ટ બહુમતિ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને લઇ વલણ તમામ 199 સીટો પર આવી ગયેલ છે. જેમાં કોંગ્રેસ સ્પષ્ટપણે સરકાર બનાવતી નજરે દેખાઇ રહેલ છે. પ્રદેશમાં 200 વિધાનસભા સીટોમાંથી 199 સીટો પર વોટિંગ થયું અને 2274 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં વલણમાં કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી ગયેલ છે. કોંગ્રેસ 102 સીટો પર આગળ ચાલી રહેલ છે. જ્યારે બીજેપીને 72 સીટો બીએસપીને 6 સીટો સહિત અન્ય 25 સીટો આગળ ચાલી રહેલ છે. અત્યાર સુધી બીજેપીને 12 સીટો કોંગ્રેસને 18 અને બીસએપીને 3 સીટો પર જીત મળી ચૂકી છે.

આજનાં રોજ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. ત્યારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામની જો વાત કરીએ તો એક્ઝિટ પોલમાં સ્પષ્ટપણે કોંગ્રેસને બહુમત મળતી હોવાનું સ્પષ્ટ વલણ દેખાઇ રહેલ છે.

ત્યારે મહત્વનું છે કે હાલમાં સચિન પાયલટ અન્ય દળો સાથે સતત સંપર્કમાં જોડાઇ રહ્યાં છે. પ્રદેશ કાર્યાલયમાં પણ કોંગ્રેસ તરફ જોવા મળી રહેલ વલણને લઇને ભારે જશ્નની તૈયારીઓ કરતી જોવા મળી રહેલ છે. સચિન પાયલટનાં ઘરની બહાર પણ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ દ્વારા ભારે જશ્ન થતો જોવાં મળી રહ્યો છે.

સચિન પાયલટ હાલમાં આઠ અન્ય દળનાં ઉમેદવારો સાથે વાતચીત કરી રહેલ છે. તમને જણાવી દઇએ કે વલણ અનુસાર રાજસ્થાનમાં ભાજપ કોંગ્રેસ બસપા સિવાય અન્ય દળોનાં ખાતામાં 20 સીટો જતી હોવાનું જોવા મળી રહ્યું છે કે જે સરકાર બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.

દિગ્ગજ નેતાઓમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટણ ટોંકથી સચિન પાયલટ સરદારપુરાથી અશોક ગેહલોત આગળ ચાલી રહેલ છે. ત્યાં બીજી બાજુ બીજેપીમાં હાજર ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા ઉદયપુરથી આગળ ચાલી રહેલ છે.

ઝાલરાપાટણથી બીજેપીની દિગ્ગજ નેતા રહેલ જસવંત સિંહનાં પુત્ર માનવેન્દ્ર સિંહ પાછલ ચાલી રહેલ છે. તેઓની સામે પ્રદેશનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે છે. તમને જણાવી દઇએ કે માનવેન્દ્ર સિંહ તાજેતરમાં જ કોંગ્રેસમાં શામેલ થયાં હતાં અને કોંગ્રેસે તેઓને શિવ વિધાનસભા સીટને બદલે રાજેની સામે ઉતાર્યા હતાં.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ