બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / bjp mp pragya singh thakur says liquor works as medicine

'જ્ઞાન' ગજબનું / આયુર્વેદ અનુસાર દારૂ ઔષધિ છે, ખાલી લિમિટમાં લો તો જ : ભાજપના સાંસદનું જ્ઞાન

Khyati

Last Updated: 12:22 PM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં દારૂબંધીની માંગ પર બીજેપી સાંસદે કહ્યું, આયુર્વેદમાં મર્યાદિત માત્રામાં દારૂનું સેવન દવા સમાન છે.

  • ભોપાલના બીજેપી સાંસદે આપ્યુ જ્ઞાન
  • 'મર્યાદિત માત્રામાં દારૂનું સેવન દવા સમાન'
  • મધ્યપ્રદેશમાં શરુ થઇ દારુ પર રાજનીતિ

દારુ એ દવા સમાન છે જો યોગ્ય માત્રામાં તેનુ સેવન કરો તો. આ શબ્દો છે  ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના. મધ્યપ્રદેશમાં દારુબંધીની માગ અંગે જ્યારે બીજેપી સાંસદને પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ કે આયુર્વેદમાં મર્યાદિત માત્રામાં દારૂનું સેવન દવા સમાન છે. એટલે કે મર્યાદામાં દારૂ પીવો એ દવા સમાન છે. જ્યારે દારૂનું વધુ પડતું સેવન ઝેર સમાન છે.   

સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે અવારનાવર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે દારુબંધીના આ નિવેદનને લઇને તેઓ ફરીથી ચર્ચાનો વિષય બન્યા છે. તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે દારુને  મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો તે  દવાનું કામ કરે છે અને તે અમર્યાદિત માત્રામાં ઝેર છે. તે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ, સાંભળવું જોઈએ અને તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી જે નુકસાન થાય છે. તે જોતા દારુનું સેવન બંધ કરવું જોઇએ.

 

મધ્યપ્રદેશમાં દારુબંધી પર ગરમાયુ રાજકારણ

મધ્યપ્રદેશમાં દારુબંધીને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના ઘણા નેતાઓ આ અંગે નિવેદન આપી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પણ શિવરાજસિંહ ચૌહાણને દારુબંધી લાગુ કરાવવા માટે જાન્યુઆરી સુધીનો સમય આપ્યોછે. જો મધ્યપ્રદેશમાં દારુબંધી નહી થાય તો તેઓ આંદોલન શરુ કરશે. 

શું છે નવી દારુનીતિ

મહત્વનું છે કે શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કેબિનેટમાં નવી એક્સાઈઝ પોલિસીને મંજૂરી આપી હતી. આ અંતર્ગત વિદેશી દારૂ પરની એક્સાઈઝ ડ્યૂટી પર 10થી 13 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  જો કે સરકારે નવી દુકાન ખોલવાની મંજૂરી આપી નથી પરંતુ  હવે એક જ દુકાનમાં દેશી અને વિદેશી એમ બંને પ્રકારના દારુનું વેચાણ કરી શકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ