બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / bjp meeting in the presence of Amit Shah before swearing ceremony of yogi

ઉત્તરપ્રદેશ / યોગીના શપથ પહેલા અમિત શાહની હાજરીમાં BJPની બેઠક, સૌથી મોટા સસ્પેન્સ પરથી ઉઠ્યો પડદો!

Khyati

Last Updated: 06:45 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં શુક્રવારે નવી સરકાર શપથ ગ્રહણ કરે તે પહેલા ભાજપ વિધાયક દળની બેઠકમાં યોગી આદિત્યનાથને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડે. સીએમ તરીકે કોની થશે વાપસી ?

  • યોગી સરકાર 2.0ની તૈયારી તેજ થઈ ગઈ
  • શુક્રવારે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ યોજાશે
  • સીએમ યોગી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. યોગી આદિત્યનાથ શુક્રવારે બીજી વખત રાજ્યના શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે.  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે યુપીમાં સરકાર બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.  બીજેપી વિધાયક દળની બેઠકમાં યોગી આદિત્યનાથને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ડેપ્યુટી સીએમને લઇને જે સસ્પેન્સ હતુ તેની પરથી પણ પડદો હટી ગયો છે.  એવુ કહેવામાં આવી રહ્યું છે કે યુપીમાં બંને ડેપ્યુટી સીએમની વાપસી નિશ્ચિત છે.

ભાજપમાં બેઠકોનો દોર 

ભાજપ હાઈકમાન્ડે ગૃહમંત્રી અમિત શાહ અને રઘુવર દાસને નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે જેમણે ભાજપના ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી. વિધાયક દળની બેઠક પહેલા અમિત શાહ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા, જ્યાં તેમની સાથે યુપી બીજેપી સંગઠન મહાસચિવ સુનીલ બંસલ પણ હાજર હતા. એવું માનવામાં આવે છે કે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગી આદિત્યનાથ સાંજે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.  આ સાથે જ એમ પણ માનવામાં આવી રહ્યું છે કે દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મોર્ય નવી સરકારમાં ફરીથી ઉપમુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી શકે છે.

યોગી સરકારમાં મંત્રી કોણ હશે ?

યોગી સરકારમાં મંત્રી કોણ હશે તે અંગે તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે. આ સાથે ચર્ચા એ પણ છે કે શું ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે ? આ દરમિયાન એવી પણ ચર્ચા થઈ રહી છે કે પછાત વર્ગના નેતા તરીકે કેશવ પ્રસાદની વાપસી લગભગ નિશ્ચિત છે. જો  ચૂંટણી હારવાનો મુદ્દો આધાર બને તો પછાત વર્ગમાંથી આવતા અન્ય કોઈ નેતાને આ ખુરશી મળી શકે છે.આ રેસમાં સૌથી અસરકારક પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહ હોઈ શકે છે. આગ્રા ગ્રામીણના ધારાસભ્ય અને ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ બેબીરાની મૌર્ય દલિત અને મહિલા ક્વોટામાંથી બે પદ માટે દાવેદારી પર વિચારણા કરવામાં આવી રહી છે. તેમને નાયબ મુખ્યમંત્રી અથવા વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકે છે.
 

ભવ્ય હશે શપથ ગ્રહણ સમારોહ

યોગી સરકાર 2.0નો શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે રાજધાનીના શહીદ પથ પર સ્થિત અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્ય ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્ય પ્રભારી રાધા મોહન સિંહની હાજરીમાં  યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. આ સમારોહમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ, ઋષિ-મુનિઓ, વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ ભાગ લેશે. શપથ ગ્રહણ સમારોહ માટે દેશભરના અગ્રણી વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ