Saturday, July 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / એક્ઝિટ પોલ લોકમતનું પ્રતિબિંબ, ભાજપને 300 પાર બેઠકો મળશેઃ ભરત પંડ્યા

એક્ઝિટ પોલ લોકમતનું પ્રતિબિંબ, ભાજપને 300 પાર બેઠકો મળશેઃ ભરત પંડ્યા

ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ભાજપે પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભરત પંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે ભરત પંડ્યાએ એક્ઝિટ પોલએ લોકમતનુ પ્રતિબિંબ છે તેવી વાત કરી હતી.

ભરત પંડ્યાએ કહ્યું હતું કે, તેમજ ભાજપને 300થી વધુ બેઠકો મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે સાથે ભાજપે હંમેશા પોઝીટીવ કેમ્પઈન કર્યુ. તો લોકોએ PM મોદીની કાર્યશૈલી સ્વીકારી હોવાની વાત પણ કરી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, PM મોદીએ 2 ઓક્ટોબરે ખાદી ખરીદવાનો આગ્રહ કર્યો છે તેમ કહ્યું હતું. આ ઉપરાંત ગાંધીજીના જીવનને જે લોકો ઓળખતા નથી તે લોકો ટૂંકી દ્રષ્ટિવાળા છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. તો PM મોદીએ સફાઈ અભિયાન કરી ગાંધીજીના વિચારો લોકો સુધી લઇ ગયા છે.

મહત્વનું છે કે, લોકસભાની ચૂટણી માટે વિવિધ માધ્યમોએ ગઈકાલે એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. એનડીએને 300 જેટલી બેઠકો મળવાનો અંદાજ રજુ કર્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ