બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / BJP master plan in Gujarat assembly elections 2022

ગુજરાત ચૂંટણી / કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની ભાજપની રણનીતિ, 182 સીટને 4 કેટેગરીમાં વહેંચી, આ છે BJPનો માસ્ટર પ્લાન

Vishnu

Last Updated: 05:38 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. રસ્તાઓ પર હવે ધીરેધીરે પ્રચારની રિક્ષાઓ ફરતી થઇ ગઇ છે.

  • વિધાનસભા ચૂંટણીને બાકી છે ગણતરીના મહિના
  • એક્શનમાં ભાજપ અને કોંગ્રેસ
  • કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ!

ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર આ વખતે જોવા મળી શકે છે. ત્યારે ભાજપે આ વખતે 182 બેઠકમાંથી 182 બેઠક જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. જે પરંતુ શું એ શક્ય છે. કારણ કે એવી ઘણી બેઠકો છે જ્યાં ભાજપ હજુ સુધી નથી જીતી શકી. અથવા એક કે બે વખત જ જીતી છે. ત્યારે આ બેઠકો જીતવા ભાજપની કઇ રણનીતિ છે. કેવી તૈયારીઓ છે. 

રાજ્યમાં 27 વર્ષથી એકહથ્થુ ભાજપનું શાસન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. ત્યારે કોંગ્રેસે અને ભાજપે એકબાજા પર આક્ષેપપ્રતિઆક્ષેપ અને વારપલટવાર કરી ચૂંટણીનું રણશિંગું ફૂંકી દીધું છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમરકસી લીધી છે. અને એકબાદ એક કાર્યક્રમો કરી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી એકહથ્થુ ભાજપનું શાસન છે. અને આ વખતે ભાજપે 182 સીટ જીતવાનો લક્ષ્ય પણ રાખ્યો છે. પરંતુ ગુજરાતમાં હજુ એવી કેટલીક સીટ છે. જ્યાં ભાજપ આજ સુધી જીતી નથી શકે. અને માત્ર એક વખત જીતી શકી છે. પીએમ મોદીનો ચહેરો અને સભાઓ છતા કેટલીક બેઠકો પર ભાજપ જીત મેળવવા સંઘર્ષ કરી રહી છે. 

શું કોંગ્રેસના ગઢમાં ભાજપ મારશે બાજી?
ખેડા જિલ્લાની મહુધા બેઠક આજ સુધી ભાજપ નથી જીતી શક્યું. મહુધા બેઠક પર પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. અને આજ સુધી ભાજપ વોટ બેંકને પોતાની તરફે નથી કરી શકી. તો ભરૂચની ઝઘડિયા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક છે. જેમાં છોટુ વસાવાની પકડ છે. અને આ બેઠક પણ ભાજપ આજ સુધી નથી જીતી શકી. આણંદની બોરસદ બેઠક અને આંકલાવ બેઠક, તાપીની વ્યારા બેઠક, વલસાડની વાંસદા બેઠક. આ એવી બેઠકો છે જ્યાં આજ સુધી ભાજપે જીત હાંસલ નથી કરી. 

ભાજપ જીતી શકતું નથી તે બેઠકો પર ખાસ ધ્યાન
ત્યારે એવી પણ ઘટી બેઠક છે જ્યાં ભાજપ માત્ર એક જ વખત જીતી શક્યું છે. તેવી બેઠકો પર નજર કરીએ તો. ઉના બેઠક પર ભાજપ 2007માં એક જ વખત જીત્યું છે. ઠાસરા બેઠક અને ઝાલોદ બેઠકમાં પણ ભાજપ એક જ વખત જીત્યું. જ્યારે ભિલોડા બેઠક પણ 1995માં અનિલ જોષીયારાના પક્ષ પલટા બાદ કોંગ્રેસ પાસે રહી છે. એટલે કે આ બેઠકો પર જીત મેળવવી ભાજપ માટે હંમેશા પડકાર સમાન રહી છે. અને જમીની સ્તર પર ખોવાઇ ગયેલી કોંગ્રેસ પાર્ટી. હજુ પણ આ બેઠકો પર મજબૂત પકડ રાખી રહી છે. અને આગામી ચૂંટણીમાં 125 બેઠકો જીતવાની પણ વાત કરી રહી છે.

કોંગ્રેસનું 125 સીટ જીતવાનું લક્ષ્ય
તો ભલે કોંગ્રેસ 125 સીટ જીતવાનું લક્ષ્ય રાખે પરંતુ જમીની હકીકત એજ છે કે કોંગ્રેસ માટે આ કરવું અતિ મુશ્કેલ છે. અને જીતની માનસિકતાથી આગળ વધતા ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ આ બેઠકોને જીતવા માટે કવાયત કરી રહ્યાં છે. જેના માટે પીએમ મોદીના પ્રવાસથી લઇ કોંગ્રેસમાં જોડતોડની રણનીતિ અને સ્થાનિક સ્તરે સામાજિક આગેવાનોને ભાજપમાં લાવવાની કવાયત હાથ ધરાઇ રહી છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો મહત્તમ લાભ આપવો. અને પેજ સમિતિ સહિતની કામગીરી હાલ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે એવી બેઠકો પર જીત મેળવવા ભાજપે કમરકસી લીધી છે. જે આજ સુધી ક્યારેય નથી જીતી.

182 સીટને 4 કેટેગરીમાં વહેંચી
ભાજપે રાજ્યની વિધાનસભાની 182 સીટને 4 કેટેગરીમાં વહેંચી દીધી છે. અને આ માટે મજબૂત રણનીતિ બનાવી ચૂંટણીની કામગીરી કરાઇ રહી છે. જેનાથી આગામી ચૂંટણીમાં ભાજપને સીધો લાભ મળી શકે. એટલે કે એવી બેઠકો જે ભાજપે આજ સુધી નથી જીતી તે જીતવા માટે ભાજપે તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આ વખતે આ બેઠકો જીતી ભાજપ ચમત્કાર કરે તો નવાઇ નહીં.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ