વિરોધ વંટોળ / 'તાંડવ'નો થઈ રહ્યો છે ઉગ્ર વિરોધ, હવે BJP નેતા સૈફ પર ભડક્યો, કહ્યું- અમે તારા ઘરે આવી રહ્યાં છીએ અને...

bjp leader ram kadam appeals ram and shiva devotees to go saif ali khan home

ભાજપના નેતા રામ કદમે તાંડવ વેબ સીરિઝ પર વિરોધ જાહેર કરતા રામ ભક્તો અને શિવ ભક્તોને અભિનેતા સૈફ અલી ખાનના ઘરની બહાર એકઠા થવાની અપીલ કરી છે. રામ કદમે ટ્વિટર પર લખ્યું, બધાં દેશવાસીઓ, રામ ભક્તો અને શિવ ભક્તો ચલો ચલો સૈફ અલી ખાનના નિવાસ સ્થાને! તેમણે ટ્વિટમાં આગળ લખ્યું, સૈફ અલી ખાનજી વેબ સીરિઝ તાંડવની સ્ક્રિપ્ટ સાંભળીને, વેબ સીરિઝમાં દેવી-દેવતાઓ, હિન્દુ ધર્મનું અપમાન કરતા શબ્દો અને દ્રશ્યોનો એક ભાગ તમારી સામે આવ્યો હશે, ત્યારે તમે મૌન કેમ રાખ્યું? નિર્માતાઓમને કેમ રોક્યા નહીં? શું તમે સીરિઝમાં દેખાડવામાં આવેલાં અપમાનજનક દ્રશ્યો, સંવાદોનો સમર્થન કરો છો? અને જો વિરોધ હતો તો તમે સમાજમાં ભાગલા પાડનારા લોકો સાથે કેમ કામ કર્યું?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ