બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Biporjoy will be thrown towards Oman Government alert against storm

તંત્ર સાબદું / શું ઓમાન તરફ ફંટાઈ જશે બિપોરજોય? સરકારે કહ્યું વાવાઝોડા સામે અમે તૈયાર, હવામાન વિભાગે 5 દિવસ માટે જુઓ શું કરી આગાહી

Kishor

Last Updated: 06:17 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈને રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે.જેમાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા શકયતા સેવવામાં આવી છે.

  • વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા 
  • આગામી 5 દિવસ સુધી ગુજરાત પર કોઈ અસર નહીં થાય 
  • હાલ દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ગુજરાત પર તેની કોઈ અસર નહીં થાય ! બીજી બાજુ હાલ તંત્ર દ્વારા સલામતીના ભગરૂપે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમ હવામાન વિભાગના ડાયરેકર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.

સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે કે...

એ જ રીતે બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી દૂર રહેવાનું સ્કાયમેટ દ્વારા પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.  દરિયામા સક્રિય થયેલ બિપોરજોયની સિસ્ટમ ઓમાન બાજુ ફંટાવાનું સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે. સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરાયેલી સંભાવના મુજબ વાવાઝોડું ગુજરાત તરફ આવે તો કરાંચી બાજુ જવાની સંભાવના જોવા મળી રહી છે. તથા વાવાઝોડું ગુજરાત તરફ નહીં આવે તો ઓમાન તરફ ફંટાઈ જશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે વાવાઝોડું ફંટાયા બાદ પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની પ્રતિકૂળ અસર જોવા મળશે. અત્યારે વાવાઝોડું પોરબંદરથી માત્ર 110 કિલોમીટર દૂર છે. સાવચેતીના ભાગરૂપે તમામ બંદર પર હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના
આવતી કાલે વાવાઝોડું તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. તેના પગલે ગુજરાતનાં પોરબંદર અને જાફરાબાદ સહિતનાં બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ