બિહાર /
VIDEO : IAS પર ચડ્યો ખુરશીનો પાવર, અધિકારીઓને ભાંડી ગાળો, લોકોને ય ન મૂક્યા, મોટો વિવાદ
Team VTV06:37 PM, 02 Feb 23
| Updated: 06:57 PM, 02 Feb 23
સુનિલ તિવારીએ કહ્યું કે, 'આ મદ્ય નિષેધનાં સચિવ હોવાની સાથે-સાથે વિપાર્ડનાં પણ પ્રભારી છે અને ટ્રેનિંગ દરમિયાન તે બિહારનાં અધિકારીઓને હેરાન કરે છે. જેમાં એક અધિકારીનું મોત પણ થયું છે.'
બિહાર સરકારમાં મદ્ય નિષેધ વિભાગનાં પ્રધાન સચિવ કે.કે.પાઠકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કે.કે.પાઠક પોતાના વિભાગમાં મીટિંગ કરી રહ્યાં છે. તમામ અધિકારીઓ બેઠેલા નજરે પડે છે પરંતુ ત્યારે કે.કે. પાઠક રોષે ભરાય છે. તે બિહારનાં અધિકારીઓને અપશબ્દો બોલે છે. એટલું જ નહીં તેઓ ગાળો પણ બોલવા માંડે છે.
#WATCH | Bihar Excise Principal Secretary KK Pathak was caught on camera abusing his junior officers.
કે.કે. પાઠકે અધિકારીઓને આપી ગાળો
પાઠક કહે છે કે, 'બિહારનાં લોકો રેડ લાઈટ પર પણ હોર્ન વગાડે છે.' કે.કે.પાઠક ગાળ દઈને કહે છે કે 'ક્યારેય જોયું છે, ચેન્નઈમાં લાલબત્તી પર હોર્ન મરાતો હોય? અહીંયાનાં લોકોને કોઈ સમજણ નથી.' તેમણે ડેપ્યુટી કલેક્ટરને ગાળો આપતાં કહ્યું કે 'અહીંનાં અધિકારીઓ પણ એવા જ છે.' એક અધિકારીને આદેશ આપતાં તેમણે કહ્યું કે 'મને લખીને આપો કે હું માં-બહેન એક કરૂં છું.' વીડિયોમાં એક અધિકારી માફી આપતો પણ દેખાય છે.
કે.કે.પાઠકે રાખ્યો પોતાનો પક્ષ
આ મામલા પર પાઠકે પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે 'અધિકારીઓની સાથે કંઈક મામલો હતો. હા, બેઠકમાં મેં પોતાનો ગુસ્સો ગુમાવ્યો પરંતુ કોઈનાં પણ પ્રતિ દુર્ભાવના નથી.'
બાસાએ બરતરફીની માંગ કરી
વીડિયો વાયરલ થયા બાદ બિહાર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એસોસિએશન (બાસા)નાં અધ્યક્ષ સુનીલ તિવારીએ આ મુદે કડકાઈપૂર્વક કહ્યું કે કે.કે.પાઠકને સરકાર વહેલીતકે બરતરફ કરે..તે વિક્ષિપ્ત થઈ ગયાં છે. સુનિલ તિવારીએ આગળ કહ્યું કે આ મદ્ય નિષેધ વિભાગનાં સચિવ હોવાની સાથે-સાથે વિપાર્ડનાં પણ પ્રભારી છે અને ટ્રેનિંગ દરમિયાન તે બિહારનાં અધિકારીઓને હેરાન કરે છે. જેમાં એક અધિકારીનું મોત પણ થયું છે.
સુનીલ તિવારીએ સમગ્ર મામલાનો કર્યો ખુલાસો
'અમે લોકો સતત આ મામલા વિશે કહેતાં રહ્યાં છીએ કે તે અત્યંત ગંદી રીતે વાતચીત કરે છે અને માનસિક તણાવ આપે છે. આ વીડિયોને લઈને અમારા તમામ અધિકારીઓ નારાજ છે. અમે આ મુદે ટૂંક સમયમાં એક્શન લેવાનાં છીએ. મુખ્યમંત્રી નીતીશ કુમાર અને મુખ્ય સચિવને આગ્રહ છે કે આ મુદા્ પર એક્શન લેવામાં આવે, બાસા તેના પર આગળ નિર્ણય લેવા માટે બંધાયેલ રહેશે, નહીંતર અમને રસ્તા પર ઊતરવું પડશે..'