બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / bihar relatives did deadly joke pit in pan of boiling oil

ભારે કરી / સાળાના લગ્નમાં સાસરિયે ગયેલા બનેવી સાથે કરી જીવલેણ મજાક, ગરમ તેલની કડાઈમાં નાખી દીધા

Pravin

Last Updated: 03:55 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરઆંગણે શુભપ્રસંગ હોય અને હસી મજાક થાય, જો કે, મજાક ઘણી વાર જીવલેણ પણ સાબિત થતી હોય છે. આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે.

  • બિહારમાંથી વિચિત્ર ઘટના સામે આવી
  • લગ્ન પ્રસંગમાં મજાક ભારે પડી
  • મજાકમાં સાળાઓએ બનેવીને ગરમ તેલની કડાઈમાં નાખી દીધા હતા

ઘરઆંગણે શુભપ્રસંગ હોય અને હસી મજાક થાય, જો કે, મજાક ઘણી વાર જીવલેણ પણ સાબિત થતી હોય છે. આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે. અહીં મજાકની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. બિચારા જીજાજીને તેનું ભયંકર પરિણામ ભોગવવાનો વારો આવ્યો હતો. આ કિસ્સો બિહારના બાંકા જિલ્લાના કટોરિયાના મહાદેવાવરણ ગામનો છે. અહીં પપ્પુ યાદવ નામનો શખ્સ પોતાના સાળા સંતોષ યાદવના લગ્નમાં ગયો હતો. 

લગ્ન પ્રસંગમાં બનેવી સાથે જીવલેણ મજાક કરી

સાસરિયામાં પહેલા દોનિયાર નિવાસી વિકાસ યાદવ અને શિવા યાદવે સાળા બનેવીના સંબંધોમાં થનારી મજાક અંતર્ગત એવું કામ કર્યું જે પપ્પુ યાદવને સારુ ન લાગ્યું. પણ બાદમાં વિવાદ વધ્યો તો, બંનેએ પોતાના બનેવીને ગરમ તેલની કડાઈમાં નાખી દીધા હતા. કહેવાય છે કે, પપ્પુ યાદવે જાનના દિવસે ઘરની સામેની ચોકી પર સુતેલો હતો, ત્યારે આ તમામની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ વધી ગયો.

મજાક મજાકમાં ગરમ તેલની કડાઈમાં બનેવીને નાખી દીધા

આ દરમિયાન બે યુવકો જેમાંથી એક દોનિયાર ગામનો વિકાસ યાદવ પણ સામેલ છે અને બનેવી જ્યાં ખાવાનું બનાવી રહ્યા હતા, ત્યાં ગરમ તેલની કડાઈમાં નાખી  દીધો હતો. જેનાથી તેની પીઠનો મોટો ભાગ દાજી ગયો હતો. એટલું જ નહીં આ ઘટના બાદ બંને યુવક પપ્પુ યાદવ સાથે બોલાચાલી થતાં મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી ગતી. આ ઘટના  બાદ સંબંધીઓ વચ્ચે પડ્યા અને મામલો શાંત કરાવ્યો હતો. બાદમાં મામલો થાળે પાડવા પંચાયત પણ બોલાવી હતી, પણ વાત જામી નહીં અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવામાં આવી.

પોલીસમાં નોંધાઈ ફરિયાદ

ઘટના બાદ યુવકે અજાણી જગ્યાએ સારવાર કરાવ્યા બાદ મંગળવારે પોલીસ પાસે પહોંચ્યો હતો. તેણે કટોરિયા પોલીસ સ્ટેશનમાં બંને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા જખ્મી બનેવીને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધા હતા. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ