બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Biggest news in Paperleak scandal: Eight accused remanded for 9 days: Three still out of police custody

ગદ્દાર / પેપરલીક કાંડ મામલે સૌથી મોટા સમાચાર, આઠે'ય આરોપી 9 દિવસના રિમાન્ડ પર: ત્રણ હજુ પોલીસ પકડથી બહાર

Mehul

Last Updated: 10:25 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેપર લીક કાંડમાં ઝડપાયેલા 8 આરોપીઓને આરોપીઓને પ્રાંતિજ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં  9 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ આરોપીઓ 27મી ડિસેમ્બર સુધી  રિમાન્ડ પર

  • પેપરલીક કાંડના આઠેય આરોપીઓ 9 દિ'નાં રિમાન્ડ પર 
  • પ્રાંતિજ જ્યુડિ. કોર્ટમાં રજૂ કર્યા બાદ હિંમતનગર લઇ જવાયા 
  • આરોપી જયેશ પટેલ અને  અન્ય બે સાગરિત હજુ પણ ફરાર 

ગુજરાતભરના વહીવટી તંત્ર માટે કાળો ધબ્બો સાબિત થયેલા હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીક કેસના આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે.પેપર લીક કાંડમાં ઝડપાયેલા 8 આરોપીઓને આરોપીઓને પ્રાંતિજ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં  9 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ આરોપીઓ 27મી ડિસેમ્બર સુધી  રિમાન્ડ પર રહેશે. તમામ ઝડપાયેલા આરોપીઓના આઠેય આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ હિંમતનગર લઈ જવાયા છે જો કે, મુખ્ય સુત્રધાર મનાતો  એક આરોપી જયેશ પટેલ હજુ પોલીસ પકડથી બહાર છે.આ સિવાયના બે અન્ય  આરોપીઓને પણ પોલીસ શોધી રહી છે. રિમાન્ડ પર રહેલા તમામ આરોપીઓની હવે સાબરકાંઠા પોલીસ પૂછપરછ કરશે.

12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે ત્યારે પેપર લીકમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કેતન વાળંદના ક્લિનીકે પહોંચ્યું હતું સાથે જ  પેપર લીકનો આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતાઓએ માણસાની શાળાનું નામ આપી રહ્યા છે તે શાળાએ પણ VTVની ટીમ  પહોંચી હતી. 

હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીકનો આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતાઓએ માણસાની શાળાનું નામ આપ્યું હતું. જે બાદ VTVની ટીમ માણસાની એસ. એફ. ચૌધરી શાળાએ પહોંચી હતી. પેપર ખરીદનાર ઉમેદવારોએ માણસાની શાળામાં પરીક્ષા આપી હતી. શાળાએ પરીક્ષાના દિવસના CCTV ચેક કર્યા હતાં. પ્રાથમિક તપાસમાં કંઇ શંકાસ્પદ જણાઇ આવ્યું નથી. પરતું પેપર ફોડનારને શાળાની બહાર જ ચેક આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ થયો હતો. શાળાના સંચાલકોએ આ સમગ્ર મામલે VTV સાથે વાતચીત કરી જેમાં શાળા સંચાલકોએ કહ્યું કે અમારી શાળામાં બહારના વ્યક્તિને પ્રવેશની મનાઇ છે.  તેમજ પેપર લીકની તપાસમાં શાળા સંપૂર્ણ સહકાર આપશે તેવુ સંચાલકોએ જણાવ્યું હતું.

ખાનગી પ્રેસમાંથી પેપર લીક થયાની સંભાવના

હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીકકાંડમાં મહત્વની વિગતો સામે આવી છે, ખાનગી પ્રેસમાં પેપર છપાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને ખાનગી પ્રેસમાંથી પેપર લીક થયાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. પેપર અન્ય રાજ્યની ખાનગી પ્રેસમાં પેપર છપાયું કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે, પોલીસ દ્વારા પ્રેસ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવાશે. મહત્વનું છે કે બિન સચિવાલય પરીક્ષાનું લીક થયેલું પેપર પણ ખાનગી પ્રેસમાં છપાયું હતું ત્યારે બિન સચિવાયલની પેપર લીકની મોડસ ઓપરેન્ડીની થિયરી પર પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય રાજ્યના કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ