બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Biggest news about superstar Rajinikanth's health, Health Bulletin released

બોલિવૂડ / સુપરસ્ટાર રજનીકાંતના સ્વાસ્થ્યને લઈને સૌથી મોટા સમાચાર, હેલ્થ બુલેટીન જાહેર કરી હોસ્પિટલે જુઓ શું કહ્યું

ParthB

Last Updated: 06:49 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની સર્જરી સફળ રહી છે. ચેન્નાઈની કાવેરી હોસ્પિટલે અભિનેતા રજનીકાંતને લઈને મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે.

 

  • રજનીકાંતની તબિયત લથડતાં ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં 
  • રજનીકાંતની તબિયત બગડતાં ચાહકો કરી રહ્યાં છે પ્રાર્થના
  • હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કરીને કહ્યું કે, રજનીકાંત હવે સ્વસ્થ છે 

હોસ્પિટલે જાહેર કર્યું કે, રજનીકાંત હવે સ્વસ્થ છે 

દક્ષિણ ભારતીય અભિનેતા રજનીકાંતને તબીયત લથડતાં ગુરુવારે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કેરોટીડ આર્ટરી રિવાસ્ક્યુલરાઇઝેશન સર્જરીની સલાહ આપવામાં આવી હતી. જે સર્જરી હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. અને  થોડા દિવસો પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા સ્વસ્થ થઈ રહ્યો છે.

ગુરુવારે તબિયત બગડી હતી

રજનીકાંતની તબિયત હાલ સુધારા પર છે. ગુરુવારે તેમની તબિયત બગડી હતી અને તેમને ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, મીડિયાને રુટિન ચૅક-અપ કહેવામાં આવ્યું હતું. રજનીકાંતનું 2016માં અમેરિકામાં કિડની ટ્રાંસપ્લાન્ટ થયું હતું. ત્યારથી તે પોતાની તબિયતને લઇને સજાગ રહે છે. હેલ્થ પ્રોબ્લેમના કારણે જ તેમણે રાજનીતિ પણ છોડી દીધી હતી. 

ચાહકો કરી રહ્યાં છે પોસ્ટ

આ સમાચાર સામે આવ્યાં બાદ રજનીકાંતના ચાહકો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા હતા. ચાહકોએ અભિનેતાના સારા સ્વાસ્થ્ય અંગે શુભકામના કરી રહ્યાં છે. એક્ટર રજનીકાંતને રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડમાં દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઍવોર્ડને પોતાના મિત્ર રાજ બહાદૂરને સમર્પિત કર્યો હતો.

રજનીકાંતનો મિત્ર છે રાજબહાદૂર

રજનીના ફેન્સ રાજ બહાદૂરને ઓળખતાં હશે. આ વ્યક્તિ બેંગ્લોરના ચમરાજપેટમાં રહે છે. રાજ બહાદૂર તે જ વ્યક્તિ છે જેણે શિવાજીરાવ ગાયકવાડને રજનીકાંત બનવા માટે પ્રેરિત કર્યો હતો. આ તે જ વ્યક્તિ છે જેણે રજનીને તમિળ ભાષા બોલતા શીખવાડી. આ વાતને ખુબ ઓછા લોકો જાણે છે કે બંનેની કહાણી કૃષ્ણ-કુલેચાની પૌરાણિક કથાથી મળતી આવે છે. બસ અંતર એટલું છે કે બંનેએ કૃષ્ણ અને કુલેચાની ભૂમિકા અનેકવાર અદલબદલ કરી છે. 

એક લોકપ્રિય મિત્રતા

રાહ બહાદૂરે કહ્યું કે, અમારી મિત્રતા 50 વર્ષ જૂની છે. હું તેને 1970માં મળ્યો હતો. તેણે ત્યારે બસ કંડક્ટર અને મેં ડ્રાઇવર તરીકે નોકરી જોઇન કરી હતી. અમારા ટ્રાંસપોર્ટ સ્ટાફમાં તે સૌથી સારો એક્ટર હતો. જ્યારે પણ વિભાગનો કોઇ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે તે કાર્યક્રમ આપતો હતો. ડ્યુટી બાદ તે વિભિન્ન નાટકોમાં કામ કરતો હતો. તે કહેવાની જરૂર નથી કે અભિનયમાં તેમનો કોઇ મુકાબલો કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ