BIG NEWS /
નિક્કી હત્યાકાંડમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી: સાહિલના પિતા સહિત પાંચની ધરપકડ, થયો ચોંકાવનારો ખુલાસો
Team VTV08:21 AM, 18 Feb 23
| Updated: 08:25 AM, 18 Feb 23
નિક્કી યાદવ હત્યાકાંડમાં દિલ્હી પોલીસ સતત કેસના તળિયે જવાનો પ્રયાસ કરી રહી છે. સંપૂર્ણ સિક્વન્સને જોડવામાં આવી રહ્યા છે, જેથી હત્યાનું ચોક્કસ સ્થળ અને સમય જાણી શકાય. પોલીસે આ મામલે સાહિલના પિતા સહિત પાંચની ધરપકડ કરી છે.
દિલ્હીના નિક્કી યાદવ હત્યા કેસમાં મોટા અપડેટ
સાહિલ સિવાય પોલીસે વધુ 5 લોકોની ધરપકડ કરી
સાહિલ ગેહલોતના પિતા વિરેન્દ્રસિંહની પણ ધરપકડ
દિલ્હીના નિક્કી યાદવ હત્યાકાંડમાં મુખ્ય આરોપી સાહિલ ગેહલોત સિવાય પોલીસે વધુ 5 લોકોની ધરપકડ કરી છે. ષડયંત્રમાં મદદ કરવા બદલ ગેહલોતના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ અંગે માહિતી આપી છે. પોલીસ આ કેસમાં સતત પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે.
Nikki Yadav murder case | Apart from the main accused Sahil Gehlot, Delhi Police have arrested 5 people. His father has also been arrested on the charges of helping him in the conspiracy: Crime Branch, Delhi Police
હત્યા કરી બીજી યુવતી સાથે કર્યા લગ્ન
જણાવી દઈએ કે, દિલ્હીમાં સાહિલ ગેહલોતે તેની લિવ-ઈન પાર્ટનર નિક્કી યાદવની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલે પોલીસની સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, આરોપી સાહિલે 10 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે હત્યા કર્યાના લગભગ 12 કલાક પછી બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા અને બીજા દિવસે પરત આવીને નિક્કીના મૃતદેહને ફ્રીજમાં મૂક્યો હતો.
પરિવારે પણ આપ્યો સાથ
દિલ્હી પોલીસે નિક્કી યાદવ હત્યા કેસમાં મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, સાહિતની સાથે હત્યાનું કાવતરું ઘડવામાં તેનો પરિવાર અને તેના મિત્રો પણ સામેલ હતા. ક્રાઈમ બ્રાન્ચે તેના પિતા વિરેન્દ્ર સિંહ, ભાઈ આશિષ અને નવીન, મિત્રો લોકેશ અને અમરની ધરપકડ કરી છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, નિક્કીના મૃતદેહને ફ્રીજમાં છુપાવવામાં તેના મિત્રો અને પિતરાઈ ભાઈએ સાથ આપ્યો હતો.
Nikki Yadav murder case: Accused Sahil Gehlot's father among 5 arrested
સાહિલ અને નિક્કીએ 2020માં કર્યા હતા લગ્ન
એવો પણ ખુલાસો થયો છે કે સાહિલ અને નિક્કીએ ઓક્ટોબર 2020માં જ નોઈડામાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. સાહિલનો પરિવાર આ લગ્નથી ખુશ નહોતો. એટલા માટે તે નિક્કીને રસ્તામાંથી હટાવવા માંગતો હતો. સાહિલના પરિવારે ડિસેમ્બર 2022માં તેના અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી દીધા હતા અને સાહિલા પરિવારે સામેના પક્ષથી આ વાત છુપાવી હતી કે સાહિલ પહેલેથી જ પરિણીત છે. પોલીસે રિમાન્ડ દરમિયાન સાહિલ અને નિક્કીના લગ્નનું સર્ટિફિકેટ પણ કબજે કર્યું છે.
Nikki Yadav murder case | Accused Sahil & Nikki got married in a temple in Noida in Oct 2020. Sahil's family was unhappy with their marriage. Sahil's family fixed his wedding in Dec 2022 & hid from the girl's family that Sahil had already married Nikki: Delhi Police Sources pic.twitter.com/QK0JgEiWLY
શું છે સમગ્ર મામલો?
રાજધાની દિલ્હીના બાબા હરિદાસ નગર વિસ્તારમાં નિક્કી યાદવની નિર્દયતાથી હત્યા કરવામાં આવતા હડકંપ મચી ગયો હતો. આ તરફ યુવતીના પ્રેમીએ યુવતીના મૃતદેહને ઢાબાના ફ્રીજમાં સંતાડીને રાખ્યો હતો. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, આરોપી બોયફ્રેન્ડે તેના લિવ-ઈન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી હતી. પહેલા મોબાઈલ કેબલનો ઉપયોગ કરીને ગળું દબાવીને હત્યા કરી અને પછી લાશનો નિકાલ કર્યો. હવે આ આરોપીએ ન માત્ર હત્યા કરી પરંતુ અન્ય એક યુવતી સાથે સાત ફેરા પણ લીધા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
બોયબ્રેન્ડનું કાવતરું કેવી રીતે ખુલ્લુ પડ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ ગેહલોતે 10 ફેબ્રુઆરીએ નિક્કીની હત્યા કરી હતી. વાત જાણે એમ છે કે, નિક્કીને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ સાહિલ બીજી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જે બાદમાં બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. તે દલીલને કારણે સાહિલ ગેહલોત ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે મોબાઈલના કેબલ વડે નિકીની ગળું દબાવીને હત્યા કરી હતી. સાહિલે કારમાં જ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.